News Continuous Bureau | Mumbai
National Postal Week: ભારતીય ડાક વિભાગ સતત નવીન સેવાઓ અને ટેકનોલોજી સાથે પોતાની સેવા ક્ષિતિજને વિસ્તૃત કરી દેશના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવા પ્રયત્નશીલ છે. મોબાઇલ, ઇ-મેઇલ અને સોશિયલ મિડિયા યુગમાં પણ પત્રોનું પોતાનું આગવું મહત્વ યથાવત છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો, જેમ કે સરકારી અને અદાલતી પત્રો, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખકાર્ડ, પાન કાર્ડ, બેંક ચેકબુક અને એટીએમ કાર્ડ પોસ્ટ દ્વારા જ મોકલવામાં આવે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના ( Ahmedabad ) પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ડાક સપ્તાહ દરમ્યાન ‘ડાક અને પાર્સલ દિવસ’ પર યોજાયેલ ‘ગ્રાહક સંમેલન’ (કસ્ટમર મીટ) દરમિયાન આ વિચાર રજૂ કર્યા હતા. આ અવસરે ડાક સેવાઓ અંગે ડાક નિર્દેશક સુશ્રી મીતા કે. શાહ દ્વારા માહિતી આપવામાં આવી અને વિવિધ નિકાસકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

Ahmedabad Postmaster General Krishna kumar Yadav inaugurated the National Postal Week, convention on ‘Post and Parcel Day’.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ ( krishna kumar yadav ) જણાવ્યું કે પોસ્ટ વિભાગ દ્વારા મેઇલ અને પાર્સલ સેવાઓના ક્ષેત્રમાં ઘણી નવીનતાઓ કરવામાં આવી રહી છે. પોસ્ટ વિભાગ વિવિધ વ્યવસાય જૂથોની જરૂરિયાતો અનુસાર વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. જેમાં સ્પીડ પોસ્ટ, બિઝનેસ પાર્સલ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, બિઝનેસ પોસ્ટ, મીડિયા પોસ્ટ, બિલ મેઇલ સેવા, રિટેલ પોસ્ટ, લોજિસ્ટિક્સ પોસ્ટ, ડાયરેક્ટ પોસ્ટ, ઇ-પોસ્ટ, ઇ-પેમેન્ટ, આધાર સેવાઓ, પાસપોર્ટ સેવાઓ વગેરે મહત્વપૂર્ણ છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાકના વિવિધ માધ્યમોથી વાણિજ્યિક નિકાસને પ્રોત્સાહન આપવા માટે નિકાસકર્તાઓ માટે વન-સ્ટોપ ગંતવ્યરૂપે ડાકઘર નિર્યાત કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જીઆઈ, એમએસએમઈના ઉત્પાદનો વિદેશમાં પહોંચીને ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ની સંકલ્પનાને મજબૂત કરી રહ્યા છે.
પોસ્ટમાસ્ટર ( India Post ) જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉદ્યોગપતિઓને સ્થાનિકથી લઈ વૈશ્વિક બજારોમાં પહોંચવા માટે ડાક નેટવર્કની સરળતા અને કાર્યક્ષમતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સ્પીડ પોસ્ટ અને બિઝનેસ પાર્સલના વર્ગીકરણ અને વિતરણ માટે વિશેષ હબ અને નોડલ ડિલિવરી સેન્ટર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. ઈ-કોમર્સ ઉત્પાદનો માટે કેશ ઑન ડિલિવરીની સુવિધા આપવામાં આવી રહી છે. ડાકવસ્તુઓની ડિલિવરી પોસ્ટમેન મોબાઇલ એપ્લિકેશન (પીએમએ) દ્વારા રિયલ ટાઈમમાં અપડેટ કરવામાં આવી રહી છે. ઓનલાઈન ટ્રેક અને ટ્રેસની સુવિધા પણ આપવામાં આવી છે. ડાક વિભાગ દ્વારા ટપાલ અને પાર્સલના ઝડપી નિકાલ માટે નવી પરિવહન નીતિ બનાવવામાં આવી છે. ડાક વિભાગ ( World Post Day ) અને ભારતીય રેલ્વે દ્વારા સંયુક્ત પાર્સલ ઉત્પાદ રૂપે ‘રેલ પોસ્ટ ગતિ શક્તિ એક્સપ્રેસ કાર્ગો સેવા’ શરૂ કરવામાં આવી છે. ડાકઘરોમાં ક્લિક અને બુક સેવા, પાર્સલ પેકેજિંગ યુનિટ, ક્યુઆર કોડ દ્વારા ડિજિટલ પેમેન્ટની સુવિધા અંગે પણ તેમણે માહિતી આપી. શ્રી યાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ડાકના ત્વરિત નિકાલ માટે અમદાવાદના શાહીબાગમાં વિદેશ ડાકઘર અને સુરતમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ માટે ઓન-સ્પોટ કસ્ટમ ક્લિયરન્સની સુવિધા ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ સેવા વિશ્વભરના 200 થી વધુ ગંતવ્ય દેશો અને પ્રદેશો માટે ઉપલબ્ધ છે.
Ahmedabad Postmaster General Krishna kumar Yadav inaugurated the National Postal Week, convention on ‘Post and Parcel Day’.
આ સમાચાર પણ વાંચો: Gujarat Vikas Saptah: ગુજરાતમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો થયો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ લીધી આ પ્રતિજ્ઞા.
કાર્યક્રમનું ( National Postal Week ) માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી ચિરાયુ વ્યાસ, સ્વાગત પ્રવચન સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ અને આભારવિધિ સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધીએ કરી હતી. કાર્યક્રમનું સંકલન સહાયક ડાક અધિક્ષક શ્રી રવિન્દ્ર પરમારે કર્યું હતું અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ડાક નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
Ahmedabad Postmaster General Krishna kumar Yadav inaugurated the National Postal Week, convention on ‘Post and Parcel Day’.
આ પ્રસંગે ડાક સેવા ( Postal Service ) નિદેશક સુશ્રી મીતા કે. શાહ, અમદાવાદ સીટી ડીવીજન ના પ્રવર ડાક અધિક્ષક, શ્રી ગોવિંદ શર્મા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર, જી.પી.ઓ શ્રી અલ્પેશ શાહ, સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, શ્રીમતી મંજૂલા પટેલ, સહાયક અધીશક શ્રી રવિન્દ્ર પરમાર, શ્રી રોનક શાહ, ડાક નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી યોગેન્દ્ર રાઠોડ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી ખેમચંદભાઈ રાઠોડ, દિપલ મહેતા સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના અનેક અધિકારીઓ અને વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ, વિભાગોના પ્રતિનિધિઓ સામેલ થયા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.