ATVM Ahmedabad: હવે મુસાફરો માટે સફર સરળ… અમદાવાદ મંડળના આ રેલવે સ્ટેશનો પર એટીવીએમ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ સુવિધા શરુ..

ATVM Ahmedabad: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર એટીવીએમ મારફતે જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકાય છે. જેમાં યાત્રા ટિકિટ પ્લેટફોર્મ તથા સિઝન ટિકિટ (નવીકરણ) સામેલ છે.

ATVM Ahmedabad Now travel is easier for passengers... ATVM has started unreserved ticket facility at these railway stations of Ahmedabad division..

News Continuous Bureau | Mumbai

ATVM Ahmedabad: ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન એટીવીએમ (ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન) એક અત્યાધુનિક અને વપરાશકર્તાને અનુકૂળ સિસ્ટમ છે, જેનો ઉપયોગ યાત્રી પોતે યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન ટિકિટ મેળવવા માટે કરી શકે છે. આ મશીન ઉપયોગમાં અત્યંત સરળ છે અને યાત્રી ટિકિટબારી પર ગીરદીનો સામનો કર્યા વગર, સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકે છે.

Join Our WhatsApp Community

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ATVM Ahmedabad:  ચુકવણી પદ્ધતિઓ : યાત્રી ટિકિટ ખરીદવા માટે ડિજિટલ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે, જેમ કે :

· યૂપીઆઈ (UPI)

· ક્યૂઆર કોડ સ્કેન કરવું

· સ્માર્ટ કાર્ડ

સ્માર્ટ કાર્ડ :

· યાત્રી સ્માર્ટ કાર્ડ યૂટીએસ કાઉન્ટરથી મેળવી શકે છે અને ત્યાંથી રિચાર્જ કરી શકે છે.

· સમાર્ટ કાર્ડ પર દરેક રિચાર્જ ઉપર 3% નું બોનસ આપવામાં આવે છે.

· સ્માર્ટ કાર્ડ બેલેન્સની લઘુત્તમ મર્યાદા 50/- રૂપિયા છે અને મહત્તમ મર્યાદા 20,000/- રૂપિયા છે.

· સ્માર્ટ કાર્ડ માટે મહત્તમ રિચાર્જ રકમ 19,400/- રૂપિયા નિશ્ચિત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  sarthak bhavsar: સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો

આ સુવિધા મારફતે યાત્રી સરળતાથી અને ઝડપથી પોતાની યાત્રા ટિકિટ મેળવી શકે છે, અને તેમના માટે પરિવહન સુવિધાઓ વધુ સુલભ થઈ ગઈ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version