Site icon

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના ૫૧મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ

Bhupendra Patel: ગ્લોબલ કોમ્પિટિશન માટે 'મેક ઇન ઇન્ડિયા'ને હવે 'મેડ ઇન ઇન્ડિયા' બનાવવાનું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ,” દેશનું અર્થતંત્ર ત્રીજા સ્થાને લઈ જવામાં કંપની સેક્રેટરી પણ સૌથી મોટો ફાળો આપી શકે છે. દેશનું અર્થતંત્ર પાંચમા સ્થાને આવ્યા બાદ દેશના નાનામાં નાના માણસની પ્રગતિ થઈ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે આજે દેશની ૫૦૦ મોટી કંપનીઓમાંથી ૧૦૦ જેટલી કંપનીઓ ગુજરાતમાં છે

Bhupendra Patel's encouraging presence in the program organized on the occasion of the 51st Foundation Day of The Institute of Company Secretaries of India in Ahmedabad

Bhupendra Patel's encouraging presence in the program organized on the occasion of the 51st Foundation Day of The Institute of Company Secretaries of India in Ahmedabad

News Continuous Bureau | Mumbai

Bhupendra Patel: અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના ૫૧મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ દેશના અર્થતંત્રને પાંચમા સ્થાન પરથી ત્રીજા સ્થાને લઈ જવાની દિશામાં અનેક પ્રયાસો શરૂ કરી દેવાયા છે, એમાં સૌથી વધુ ફાળો કંપની સેક્રેટરી પણ આપી શકે છે. 

Join Our WhatsApp Community

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં  જણાવ્યું હતું કે, કોઈ પણ કંપની સતત આગળ વધે અને તે નિયમિત રીતે ટેક્સ ભરે તો તેનો ફાયદો દેશને અવશ્ય મળે છે. આજે દેશના તમામ નાગરિકોને એક વાતનો ખ્યાલ આવી ગયો છે કે, દેશનું અર્થતંત્ર પાંચમા ( Indian Economy  ) સ્થાને આવ્યા બાદ દેશના નાનામાં નાના માણસની પ્રગતિ થઈ છે એટલે હવે, આ અર્થતંત્રને ત્રીજા સ્થાન ઉપર લઈ જવામાં સૌએ ફાળો આપવાનો છે, એવું તેમણે ઉમેર્યું હતું. 

 વાઇબ્રન્ટ ગુજરાત સમિટની ( Vibrant Gujarat Summit ) સફળતાની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તાજેતરમાં જ ગુજરાતમાં દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું સમાપન થયું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે ગુજરાતને ( Gujarat  ) સૌથી મોટો ફાયદો એ થયો છે કે, આજે દેશની ૫૦૦ મોટી કંપનીઓમાંથી ૧૦૦ જેટલી કંપનીઓ આજે ગુજરાતમાં છે. 

ગ્લોબલ કોમ્પિટિશનની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર દરેક વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકી રહી છે. દરેક કંપનીઓએ પણ ગ્લોબલ કોમ્પિટિશન માટે શું કરી શકાય તેના પર અવશ્ય ભાર મૂકવો જોઈએ. આપણે સૌએ ‘મેક ઇન ઇન્ડિયા’ને હવે ‘મેડ ઇન ઇન્ડિયા’ બનાવવાનું છે, એવું તેમણે આહવાન કર્યું હતું.

Bhupendra Patel: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. ૪૮ લાખ કરોડ રૂપિયાનું બજેટ દેશને ફાળવ્યું છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. ૪૮ લાખ કરોડ રૂપિયાનું બજેટ દેશને ફાળવ્યું છે. આ બજેટમાં દરેક સેક્ટરને અનુરૂપ આયોજનબદ્ધ રીતે બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટ દેશના વિકાસમાં મજબૂત પાયો નાખનારું બજેટ સાબિત થવાનું છે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સ્માર્ટ સિટી મિશન હેઠળ ચંદીગઢના મણિમાજરા ખાતે 24×7 પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

જીએસટી અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, એપ્રિલ મહિનામાં ૧.૮૮ લાખ કરોડ જીએસટી આવક ( GST Income ) થઈ છે, જે દેશના વિકાસ માટે ઉપયોગી સાબિત થવાની છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ નીતિના કારણે તમામ સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે સારી રીતે આગળ વધવા માગે છે તેમને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. 

આ અવસરે ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના ( Institute of Company Secretaries of India ) પ્રેસિડેન્ટ શ્રી સીએસ બી.નરસિંહમા, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ધનંજય શુક્લા, અમદાવાદ ( Ahmedabad ) ચેપ્ટરના ચેરમેન શ્રી યશ મહેતા, સેક્રેટરી જૈમિન ત્રિવેદી, પ્રોગ્રામ ડિરેક્ટર અલય વસાવડા, તેમજ કંપની સેક્રેટરીઝ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Exit mobile version