BIS Ahmedabad Manak Mahotsav: વિશ્વ માનક દિવસ નિમિત્તે BIS અમદાવાદએ ગાંધીનગરમાં કરી માનક મહોત્સવની ઉજવણી, કર્યું આ કોન્ક્લેવનું આયોજન.

BIS Ahmedabad Manak Mahotsav: વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક મહોત્સવના ભાગરૂપે ગાંધીનગર ખાતે ભારતીય માનક બ્યુરો દ્વારા સ્ટેકહોલ્ડર્સ કોન્ક્લેવનું આયોજન કરાયું.

News Continuous Bureau | Mumbai

BIS Ahmedabad Manak Mahotsav: ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે, અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે. જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. 

Join Our WhatsApp Community

ભારતીય માનક બ્યુરો (BIS), અમદાવાદ ( BIS Ahmedabad ) દ્વારા માનક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 8 ઑક્ટોબર 2024ના રોજ ગાંધીનગર ખાતે સ્ટેકહોલ્ડર્સ કોન્ક્લેવનું ( Stakeholders Conclave ) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન હોટલ નારાયણી હાઇટ્સ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના 150થી વધુ પ્રતિભાગીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ કાર્યક્રમ શ્રી એ બી ચૌધરી,  ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના ડાયરેકટર શ્રી નલિનકુમાર ચૌધરી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના સલાહકાર શ્રી નરોત્તમ સાહૂની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને અને માનક ગીત ( Manak Mahotsav ) વગાડીને કરવામાં આવી હતી.

BIS અમદાવાદના ( BIS Ahmedabad Manak Mahotsav ) નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે મહેમાનોનું સ્વાગત કર્યું અને માનકીકરણ અને ગુણવત્તામાં BISના મહત્વ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી કે, BIS 2047 સુધીમાં ભારતના વિકસિત રાષ્ટ્ર બનવાના સપનામાં મોટી ભૂમિકા ભજવશે. તેમણે તમામને ગુણવત્તાની પ્રતિજ્ઞા પણ આપી હતી.

BIS Ahmedabad celebrated Manak Mohotsav in Gandhinagar, organized a Stakeholders Conclave.

BIS Ahmedabad celebrated Manak Mohotsav in Gandhinagar, organized a Stakeholders Conclave.

શ્રી એ બી ચૌધરીએ માનકીકરણ અને ગુણવત્તા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ શહેરોમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો યોજવા પર ભાર મૂક્યો હતો.

શ્રી નલિન કુમાર ચૌધરીએ BIS દ્વારા દૈનિક જીવનમાં માનકોના ઉપયોગ પર ભાર મૂક્યો અને કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ આભાર માન્યો. તેમણે ઉત્પાદકો અને ઉદ્યોગ કર્મચારીઓ દ્વારા ભારતીય માનકોનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તમામ વ્યક્તિઓએ ભારતીય માનકો વાંચવા જોઈએ અને તેમના રોજિંદા જીવનમાં તેનો અમલ કરવો જોઈએ.

શ્રી નરોત્તમ સાહૂએ વ્યક્તિઓની સલામતી માટે ભારતીય માનકો અને માનક ચિહ્નના સામાનના ઉપયોગ પર ભાર મૂક્યો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતને વિકસિત દેશ બનવાની યાત્રામાં BISની મોટી ભૂમિકા છે.

ત્યારબાદ અમદાવાદની એલ.જે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત નૃત્ય સ્વરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ ટેકનિકલ સત્ર યોજાયું હતું.

આ સમાચાર પણ વાંચો:  Sauni Yojana Saurashtra : PM મોદીએ સૌરાષ્ટ્રની ધરાને પાણી આપવાનું જોયેલુ સપનું થયું પૂર્ણ, આ યોજના થકી ૬.૫ લાખ એકર વિસ્તારમાં મળ્યો પીવાના પાણીનો લાભ.

IIT ગાંધીનગરમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અને હેડ શ્રી પ્રણવ મહાપાત્રાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં થીમ- ઉદ્યોગ, નવીનતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

GPCBના મદદનીશ પર્યાવરણ ઈજનેર શ્રી શુભમ સોનાવડિયાએ “સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ માટેના માનકો” પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

BIS અમદાવાદના સંયુક્ત નિદેશક શ્રી અમિત કુમારે BIS સ્ટાન્ડર્ડ્સ અને “સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ માટે BIS – બેટર વર્લ્ડ માટે અવર શેર્ડ વિઝન” પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

BIS Ahmedabad celebrated Manak Mohotsav in Gandhinagar, organized a Stakeholders Conclave.

ફોર્મિકા લેમિનેટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના જીએમ-ઓપરેશન શ્રી સંજય સોલંકીએ બદલાતી આબોહવા માટેના માનકો પર પ્રેઝન્ટેશન આપ્યું.

એગ્રોકાસ્ટ એનાલિટિક્સ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક અને સીઈઓ –  ડાયરેક્ટર શ્રી હર્ષ શાહે આબોહવા પરિવર્તન માટે ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે ઉપયોગમાં લેવાતા વર્તમાન ઔદ્યોગિક સંશોધનો/ માનકો પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

BIS Ahmedabad celebrated Manak Mohotsav in Gandhinagar, organized a Stakeholders Conclave.

BIS સ્ટાન્ડર્ડ પ્રમોશન પ્રવૃત્તિઓ વગેરેમાં નોંધપાત્ર યોગદાન આપનારા કેટલાક મહત્વના હિતધારકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

BIS, અમદાવાદના સંયુક્ત ડાયરેક્ટર શ્રી રાહુલ પુષ્કર દ્વારા કાર્યક્રમનું સંકલન કરાયું હતું. BIS, અમદાવાદના ઉપનિદેશક શ્રી અજય ચંદેલએ સૌનો આભાર માન્યો હતો.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો:  UNFPA India : UNFPA અને ભારત સરકારની ભાગીદારીના થયા 50 વર્ષ પૂર્ણ, માતૃત્વ સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનમાં ભારતના નેતૃત્વનું થયું સન્માન..

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version