Site icon

Bullet Train Ahmedabad: મણિનગર રેલ્વે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના ટ્રેક લગાવવાની કામગીરી હાથ ધરાશે, આ માર્ગો વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.

Bullet Train Ahmedabad: મણિનગર રેલ્વે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના ટ્રેક (સેગમેન્ટ) લગાવવાની કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ઝન અંગે સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક, અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Bullet Train Ahmedabad Work will be carried out to lay bullet train tracks near Maninagar railway station

Bullet Train Ahmedabad Work will be carried out to lay bullet train tracks near Maninagar railway station

News Continuous Bureau | Mumbai

Bullet Train Ahmedabad: અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મણિનગર રેલ્વે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના તૈયાર થયેલ પીલ્લર ઉપર રેલ્વે ટ્રેક (સેગમેન્ટ) લગાવવાનું કામકાજ દિનેશચંદ્ર આર. અગ્રવાલ કંપની દ્વારા કરવામાં આવનાર છે. જે કામગીરી અનુસંધાને મણિનગર રેલ્વે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલ્વે પોલીસ ચોકી સુધીનો આશરે ૧૦૦ મીટર જેટલો રોડ ૩-માસ સુધીના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવનાર છે. આ કામકાજ દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.

Join Our WhatsApp Community

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

મણિનગર રેલ્વે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલ્વે પોલીસ ચોકી સુધીનો આશરે ૧૦૦ મીટર જેટલો એક તરફનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો  :Organ Donation: નવા વર્ષના પહેલા જ દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું ૦૯મું સ્કિન ડોનેશન

વૈકલ્પિક માર્ગ

૧. ભૈરવનાથ રોડ, જશોદાનગર ચોકડી, જયહિંદ ચાર રસ્તા, સ્વામીનારાયણ મંદિર તથા દક્ષિણી સોસાયટી તરફથી આવતાં વાહનો રેલ્વે સ્ટેશન તરફનો એક સાઇડનો રોડ ચાલુ છે તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.

૨. કાંકરિયા તળાવ, રામબાગ, મણિનગર ચાર રસ્તા, કૃષ્ણબાગ ચાર રસ્તા, એલ.જી.હોસ્પિટલ, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, ગુરુદ્વારા તરફથી આવતાં વાહનો રેલ્વે સ્ટેશન તરફનો એક સાઈડનો રોડ ચાલુ છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version