Site icon

Bureau of Indian Standards: ભારતીય માનક બ્યૂરો દ્રારા નંદુરબારમાં હોલમાર્ક વિના વેચાણ કરતી જ્વેલરીની દુકાન પર દરોડા પાડ્યા

Bureau of Indian Standards: ભારતીય માનક બ્યૂરો દ્રારા નંદુરબારમાં હોલમાર્ક વિના વેચાણ કરતી જ્વેલરીની દુકાન પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન, લગભગ (969.85) ગ્રામ BIS હોલમાર્ક વિનાના સોનાના દાગીના મળી આવ્યા હતા અને ત્રણેય જ્વેલરીની દુકાનોમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા

Bureau of Indian Standards raids jewellery shop selling without hallmark in Nandurbar

Bureau of Indian Standards raids jewellery shop selling without hallmark in Nandurbar

News Continuous Bureau | Mumbai

Bureau of Indian Standards: ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા નંદુરબારમાં સ્થિત હોલમાર્ક વગરની જ્વેલરી વેચતી જ્વેલરી શોપ, (1) મેસર્સ એન.એમ. જ્વેલર્સ, સોનાર ખુંટ, મરોલી ચોક, નંદુરબાર, મહારાષ્ટ્ર-425412, (2) મેસર્સ એમ.એમ. જ્વેલર્સ, N.A-2339, તિલક રોડ નંદુરબાર, મહારાષ્ટ્ર-425412, (3) મેસર્સ કન્હૈયાલાલ વિશ્વનાથ સરાફ (KVS) જ્વેલર્સ, ફડકે ચોક, તિલક રોડ, સરાફ બજાર, નંદુરબાર, મહારાષ્ટ્ર-425412 સામે દિનાંક 02.04.2025 ના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, લગભગ (969.85) ગ્રામ BIS હોલમાર્ક વિનાના સોનાના દાગીના મળી આવ્યા હતા અને ત્રણેય જ્વેલરીની દુકાનોમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી (1) મેસર્સ એન.એમ. જ્વેલર્સ પાસેથી 61.38 ગ્રામ (2) મેસર્સ એમ.એમ.જ્વેલર્સ પાસેથી 248.53 ગ્રામ સોનાના દાગીના અને (3) કન્હૈયાલાલ વિશ્વનાથ સરાફ (KVS) જ્વેલર્સ પાસેથી 659.94 ગ્રામ BIS હોલમાર્ક વગરના સોનાના દાગીના રિકવર કરવામાં આવ્યા હતા. BIS હોલમાર્ક વિના નંદુરબાર જિલ્લામાં સોનાના દાગીના વેચી શકાતા નથી. આથી ઉપરોક્ત જ્વેલર્સની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

 

હોલમાર્ક ફરજીયાત 

ભારત સરકાર દ્વારા જારી કરાયેલ 6 સપ્ટેમ્બર 2023ના હોલમાર્કિંગ ઓફ ગોલ્ડ જ્વેલરી એન્ડ ગોલ્ડ આર્ટીફેક્ટ્સ ઓર્ડર મુજબ સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના 28 જિલ્લામાં હોલમાર્કિંગ ફરજિયાત છે, જેમાંથી નંદુરબાર પણ એક છે. તેનો અર્થ એ કે કોઈપણ ઉત્પાદક અથવા વેપારી હોલમાર્ક કર્યા વિના સોનાના દાગીનાનું વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. જો આમ કરતા જોવા મળશે, તો બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2016ની કલમ 15ના ઉલ્લંઘન માટે કાર્યવાહી કરવામાં આવશે. આ ગુના માટે એક વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ 1,00,000/-નો દંડ અથવા બંને થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  BIS Raid : બીઆઈએસના એમેઝોનના વેરહાઉસ પર દરોડા, 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કર્યા

અનૈતિક જ્વેલર્સ સામાન્ય રીતે લોકોને છેતરવા માટે હોલમાર્ક વગરના સોનાના દાગીના વેચે છે. બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સમયાંતરે આવી સામગ્રીના ઉપયોગને કારણે સામાન્ય લોકોને છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમોથી બચાવવા માટે સંગ્રહિત માહિતી અનુસાર શ્રેણીબદ્ધ દરોડા પાડે છે. કોઈપણ વ્યક્તિ કે જેની પાસે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના પ્રમાણપત્રના દુરુપયોગ વિશે માહિતી હોય અથવા ફરજિયાત પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવતી પ્રોડક્ટના ઉત્પાદકો વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તે પ્રમુખશ્રી , બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, સુરત બ્રાન્ચ ઑફિસ, પહેલો માળ, ટેલિકોમ ભવન, કરીમાબાદ એડમિન બિલ્ડીંગ, ઘોડ દોડ રોડ – 395001 – 395001 – 91206201001 (Telecom-395001). subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા ફરિયાદ કરી શકાય છે. આવી માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version