News Continuous Bureau | Mumbai
- દાનના સંસ્કારોથી પ્રેરાયેલ પટેલ પરિવાર દ્વારા પતિ-પત્ની બંનેએ મૃત્યુ પછી આપ્યું સ્કીન દાન, સમાજ માટે નવો આદર્શ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં તાજેતરમાં ૨૦૭મું અંગદાન થયું જેમાં નારોલના દિનેશભાઈ સાકરીયાના પરિવારજનોની સંમતિથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. સાથે જ, ઘોડાસરમાં રહેતા ૭૩ વર્ષના કીર્તીકુમાર પટેલના અવસાન બાદ તેમની દીકરીએ પિતાનું સ્કીન ડોનેશન કરવા સંમતિ આપતાં ૨૩મું સ્કીન દાન પણ નોંધાયું. આ રીતે સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) અત્યાર સુધી કુલ ૬૮૧ અંગોનું દાન મળી ચૂક્યું છે.

Civil Hospital achieves 207th Organ Donation
અંગદાન (Organ Donation) થી મળ્યો નવો જીવ
નારોલ વિસ્તારના દિનેશભાઈ સાકરીયાને અચાનક માથાનો દુખાવો અને ઉલ્ટી થવાની તકલીફ થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. સિવિલ હોસ્પિટલના (Civil Hospital) ડૉક્ટરોએ તપાસ બાદ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા. ત્યારબાદ ડૉ. મોહીત ચંપાવત અને તેમની ટીમે પરિવારને અંગદાન (Organ Donation) વિશે સમજાવતા તેમની પત્ની અને બાળકો સંમત થયા. પરિણામે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું, જેના કારણે ત્રણ દર્દીઓને નવી જીંદગી મળી.
આ સમાચાર પણ વાંચો : Mumbai Weather Update: મુંબઈમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જારી કર્યું આ એલર્ટ
સ્કીન દાન (Skin Donation) માં અનોખું યોગદાન
સિવિલ હોસ્પિટલના (Civil Hospital) સ્કીન બેંક હેલ્પલાઇન પર ઘોડાસર વિસ્તારથી કોલ મળતા ટીમે તરત જ દાતા ના ઘરે પહોંચી સ્કીન દાન (Skin Donation) સ્વીકાર્યું. ખાસ વાત એ છે કે, ચાર મહિના પહેલા જ પતિ કીર્તિભાઈનું અવસાન થતાં પત્ની વિલાસબેનનું સ્કીન દાન કરાયું હતું. હવે દીકરીએ પિતાનું સ્કીન દાન કરી સમાજને અનોખો સંદેશ આપ્યો છે. આ પહેલીવાર છે કે એક જ પરિવારના પતિ-પત્ની બંનેનું સ્કીન દાન (Skin Donation) થયું છે.
Civil Hospital achieves 207th Organ Donation
સિવિલ હોસ્પિટલ (Civil Hospital) બની રહ્યું છે આદર્શ મોડલ
સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં અત્યાર સુધી કુલ ૨૦૭ અંગદાનથી ૧૮૨ લીવર, ૩૭૮ કિડની, ૬૬ હૃદય, ૩૨ ફેફસા, ૧૫ સ્વાદુપિંડ, ૬ હાથ, ૨ નાના આંતરડા, ૧૪૨ આંખો અને ૨૨ સ્કીન દાન મળ્યા છે. સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે અંગદાન અને સ્કીન ડોનેશન (Skin Donation) ના આ પ્રયાસો રાજ્યમાં અન્ય હોસ્પિટલ માટે પણ એક આદર્શ બની રહ્યાં છે. આરોગ્ય અગ્રસચિવ ધનંજય દ્વિવેદીએ પણ સિવિલ હોસ્પિટલના કાર્યને પ્રશંસા કરતા જણાવ્યું કે દરેક હોસ્પિટલએ આ મોડલ અપનાવવું જોઈએ.