Dak Adalat : પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પેન્શન અદાલત, ફરિયાદ મોલવાની આ છે અંતિમ તારીખ.

Dak Adalat : આવી ફરિયાદો 20-06-2025 સુધીમાં શ્રી પ્રવર અધિક્ષક, પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ,અમદાવાદ-380009ને મોકલવાની રહેશે.

Pension Adalat to be held on 24 June at Ahmedabad Division of Western Railway

Pension Adalat to be held on 24 June at Ahmedabad Division of Western Railway

News Continuous Bureau | Mumbai

Dak Adalat :  પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ,અમદાવાદ-380009 ખાતે તારીખ 24-06-2025ના રોજ 10.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

Dak Adalat : આ પેન્શન અદાલતમાં પેન્શનરોને લગતા પ્રશ્નો/ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.

આવી ફરિયાદો 20-06-2025 સુધીમાં શ્રી પ્રવર અધિક્ષક, પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ,અમદાવાદ-380009ને મોકલવાની રહેશે. તારીખ 20-06-2025 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિ.

આ સમાચાર પણ વાંચો : Namo Bharat Rapid Rail : 9 જૂનથી અમદાવાદ-ભુજ નમો ભારત રૈપિડ રેલ નો સાણંદ તથા આંબલી રોડ સ્ટેશન પર વધારાના સ્ટોપેજ

Join Our WhatsApp Community

Dak Adalat : આ પેન્શન અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પુરતી મર્યાદिત રહેશે.

વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા “ડિજિટલ લાઈફ સર્ટીફિકેટ”ની સેવા IPPBના સહકારથી દરેક પેન્શનરોને ડિજિટલી “જીવન પ્રમાણપત્ર” ઘર બેઠા મળે તેવી સુવિધા શરૂ કરેલ છે. આ સેવાની શરૂઆતથી પેન્શનરને તેમની મૂળ પેન્શન વિતરણ ઓફિસ ની રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં.

વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા આધાર કાર્ડ માં સુધારા વધારા તથા નવા આધાર કાર્ડ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Exit mobile version