News Continuous Bureau | Mumbai
Special Train: ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમેડલિંગ અને રૂટ રિલે ઈન્ટરલોકિંગ (આરઆરઆઈ) ને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (ઈઆઈ )માં રૂપાંતરિત કરવાને કારણે, અમદાવાદ ( Ahmedabad ) મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
Special Train: રદ કરાયેલી ટ્રેનો:
- 16 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09525 હાપા-નાહરલાગુન સ્પેશિયલ
- 19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09526 નાહરલાગુન-હાપા સ્પેશિયલ
Special Train: પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો:
- 16 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સુપરફાસ્ટ સ્પેશિયલને પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનૌ-પંડિત દીનદયાલ ઉપાધ્યાય ના માર્ગ પર ચલાવવામાં આવશે.
- 18 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ પરિવર્તીત માર્ગ વાયા પંડિત દીન દયાલ ઉપાધ્યાય-લખનૌ-કાનપુર સેન્ટ્રલ ના માર્ગ પર ચલાવવામાં આવશે.
- 17 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22468, ગાંધીનગર કેપિટલ-વારાણસી એક્સપ્રેસ ને વારાણસી-લખનૌ-કાનપુર સેન્ટ્રલ-ગોવિંદપુરી-ભીમસેન ના માર્ગ પર ચલાવવામાં આવશે.
- 17 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ને પરિવર્તિત માર્ગ વાયા જંઘઈ – લખનૌ – કાનપુર સેન્ટ્રલ ના માર્ગ પર ચલાવવામાં આવશે.
- 19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ને પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનૌ-જંઘઈ ના માર્ગ પર ચલાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Papankusha Ekadashi 2024: આજે છે પાપંકુશા એકાદશી, જાણો તિથિ, પૂજાની વિધિ અને મહત્વ..
Special Train: શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ થનારી ટ્રેનો:
- 17 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22967 અમદાવાદ-પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ ( Express Train ) પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે.
- 18 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22968 ( Prayagraj ) પ્રયાગરાજ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ પ્રયાગરાજ છિવકી સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે.
મુસાફરો કૃપા કરીને ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.