Site icon

BIS: અમદાવાદ દ્વારા એસેઇંગ અને હોલમાર્કિંગ કેન્દ્રોની સ્થાપના અને સંચાલન, સામાન્ય જરૂરિયાતો પર માનક મંથનનું આયોજન..

BIS: ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો,

Establishment and operation of assaying and hallmarking centers by BIS Ahmedabad, organization of standard brainstorming on common requirements.

Establishment and operation of assaying and hallmarking centers by BIS Ahmedabad, organization of standard brainstorming on common requirements.

News Continuous Bureau | Mumbai

BIS: ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

BIS અમદાવાદ દ્વારા 26 ડિસેમ્બર 2024ના રોજ IS 15820:2024 એસેઇંગ અને હોલમાર્કિંગ કેન્દ્રોની સ્થાપના અને સંચાલન-સામાન્ય જરૂરિયાતો (પ્રથમ સંશોધન) પર હોટેલ સરોવર પોર્ટિકો, ખાનપુર, અમદાવાદ ખાતે “માનક મંથન” નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અધિકારક્ષેત્રના એસેઇંગ અને હોલમાર્કિંગ કેન્દ્રોના તમામ સહભાગીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિભાવો/સૂચનો આપ્યા હતા. માનક મંથન એ વ્યાપક પ્રસાર હેઠળના નવા રચાયેલા ભારતીય માનકો અથવા માનકો પર ચર્ચા કરવા માટે દર મહિને બી.આઈ.એસ. દ્વારા આયોજિત એક કાર્યક્રમ છે.

Join Our WhatsApp Community

શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ, બીઆઈએસ અમદાવાદએ માનક મંથનના મહત્વ અને ઉદ્યોગની માનકીકરણની જરૂરિયાતો અને આકાંક્ષાઓને સંબોધતા તેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો  : BBSSL: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

શ્રી રાહુલ પુષ્કર, વૈજ્ઞાનિક-ડી/સંયુક્ત નિદેશક એ બીઆઈએસ, અમદાવાદની મુખ્ય પ્રવૃત્તિઓ, માનકોની ભૂમિકા, ગુણવત્તા નિયંત્રણ આદેશો અને બીઆઈએસની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

શ્રી વિપિન ભાસ્કર, વૈજ્ઞાનિક-ડી/સંયુક્ત નિદેશક એ એસેઇંગ અને હોલમાર્કિંગ કેન્દ્રોની સ્થાપના અને સંચાલન-સામાન્ય જરૂરિયાતો (પ્રથમ પુનરાવર્તન) પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને IS 15820.2024 માં કરવામાં આવેલા ફેરફારો વિશે પણ સમજાવ્યું હતું અને ચર્ચા કરી હતી. છેલ્લા સત્રમાં શ્રી વિપિન ભાસ્કરે તમામ સહભાગીઓને તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો બદલ આભાર માન્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, આવા સૂચનો આપણા ભારતીય માનકોને વધુ મજબૂત બનાવે છે, જે અંતિમ વપરાશકર્તા અને અન્ય હિતધારકો બંનેને મદદ કરે છે. માનકોમાં જરૂરી ફેરફારો સમાવવા માટે BIS ટેકનિકલ સમિતિ સાથે લેવા માટે, માનકો પર ટિપ્પણીઓ અમને અમારા ઇમેઇલ આઇડી: ahbo@bis.gov.in પર મોકલી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Fake TTE: જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Exit mobile version