News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections : દેશની લોકશાહીને મજબૂત કરવામાં ચૂંટણી પ્રક્રિયા મહત્ત્વનું યોગદાન આપે છે. અમદાવાદ જિલ્લામાં મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે નવ યુવાનોમાં ( youth ) અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ચૂંટણીમાં આપણા મતાધિકારનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ, એમ અમદાવાદ જિલ્લાના જાગૃત યુવાનો એકસૂરે જણાવી રહ્યા છે.

First time voters in Ahmedabad are proud to participate in democracy by voting for the first time in their lives.
અમદાવાદ ( Ahmedabad ) જિલ્લાના યુવા મતદારો પૈકી એક કૃતિ જૈને લોકશાહીના પર્વમાં સહભાગી થવાના અનેરા આનંદ સાથે પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કૃતિ જૈન જણાવે છે કે, “લોકશાહીના ( democracy ) આ તહેવારની ઘણી આતુરતાથી રાહ જોઈ રહી હતી, કેમ કે આ મારા જીવનકાળની પહેલી ચૂંટણી છે. મારા મતાધિકારનો ઉપયોગ કરવાની મને ઘણી ખુશી છે. અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી વોટર-ફ્રેન્ડલી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકતંત્રને સશક્ત બનાવવી આપણી જવાબદારી છે. હું દરેક નાગરિકને આગ્રહ કરું છું કે આજે ચોક્કસ મતદાન કરે.”
First time voters in Ahmedabad are proud to participate in democracy by voting for the first time in their lives.
નવ યુવાનો પૈકી વધુ એક યુવતી જેના ચહેરા પર તેની મતદાન ( Voting ) કર્યાની ખુશી છલકાતી હતી, એ કવિશા શાહે અત્યંત ઉત્સાહિત રીતે પોતાની લાગણી વ્યક્ત કરતા અને શ્યાહીવાળી પોતાની આંગળી બતાવતા જણાવ્યું હતું કે, “આ જુઓ, આજે મેં પહેલી વાર મતદાન કર્યું છે, જેની મને ખૂબ જ ખુશી છે.”
First time voters in Ahmedabad are proud to participate in democracy by voting for the first time in their lives.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad : અમદાવાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ: વહેલી સવારથી જ મતદારોએ ઉત્સાહથી મતદાન કર્યું
પ્રથમવાર મતદાન કરીને ગર્વની લાગણી વ્યક્ત કરતી પ્રેક્ષા અંકેશ કોઠારીએ જણાવ્યું હતું કે, “આજે મેં પ્રથમ વાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિક હોવાનો અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની મતદાર તરીકેની ફરજ નિભાવી છે. પ્રથમ વખત મતદાન કરીને જે અપાર આનંદ અનુભવ્યો છે, તે મને કાયમ માટે યાદ રહેશે.
First time voters in Ahmedabad are proud to participate in democracy by voting for the first time in their lives.
પ્રથમ વખત મતદાન કરનાર સાર્થક જૈને કહ્યું કે, લોકશાહીના આ તહેવારની ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો. કેમ કે ચૂંટણીમાં મેં મારા જીવનકાળમાં પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કર્યો તેની ખુશી છે. ચૂંટણી એ લોકશાહીના પુસ્તકનું ઉજળું અને ગૌરવભર્યું પાનું છે.
First time voters in Ahmedabad are proud to participate in democracy by voting for te first time in their lives.વધુમાં આ સૌ યુવાનોએ ફર્સ્ટ ટાઈમ વોટર્સ સહિત તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.