News Continuous Bureau | Mumbai
- અમદાવાદના વસ્ત્રાલ, નિકોલ અને સરદારનગર અને વેજલપુર ખાતે ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી થશે
World Meditation Day: ભારત સરકારના સૂચનને ધ્યાને લઈને સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન્સ) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વની સાથે સાથે અમદાવાદમાં પણ વિશ્વ ધ્યાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અન્ય યોગ- ધ્યાન સંસ્થાઓ દ્વારા ૨૧ ડિસેમ્બરે રાજ્યભરનાં વિવિધ શહેરોમાં ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણીનું આયોજન કરાયું છે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Global Expo: નર્મદ યુનિ.માં આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ની મુલાકાત લેતા સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણી
આ ઉજવણી અંતર્ગત અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હૉલ ખાતે સવારે ૮.૩૦ વાગ્યાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ ધ્યાન દિવસ’ શિબિરનું અયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત અમદાવાદમાં વસ્ત્રાલ, નિકોલ અને સરદારનગર તેમજ વેજલપુર ખાતે પણ ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.
અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા સામ્રાજ્ય પાર્ક, મેટ્રો પિલર નંબર ૧૩૬ની સામે યોગગુરુ શ્રી મૌલિક બારોટ તેમજ સમર્પણ ધ્યાન સંસ્થાના સહયોગથી ‘વિશ્વ ધ્યાન દિવસ’ ઊજવવામાં આવશે. જ્યારે નિકોલમાં મેજર ઋષિકેશ રામાણી ગાર્ડન, રાજહંસ સિનેમાની સામે, તેમજ સરદાનગરમાં સાધુ વાસવાની ઉદ્યાન, તાજ હોટલની પાછળ એરપોર્ટ રોડ – હાસોલ ખાતે તેમજ વેજલપુરમાં ચાણક્ય કોમ્યૂનિટી હોલ ખાતે ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.