Site icon

અમદાવાદ – સરળ બનશે ટ્રાન્સપોર્ટ – હવે મેટ્રો અને BRTSથી બહાર નિકળતા લોકોને મળશે ઈલેક્ટ્રીક સ્કૂટર

ઈ વ્હીકલ પ્રોજેક્ટમાં 10 કરોડ ફાળવવામાં આવ્યા, સબસિડી પણ અપાશે.

from june people will get 2 thousand electric scooters near brts metro stations

અમદાવાદ - સરળ બનશે ટ્રાન્સપોર્ટ - હવે મેટ્રો અને BRTSથી બહાર નિકળતા લોકોને મળશે ઈલેક્ટ્રીક સ્કૂટર

News Continuous Bureau | Mumbai

લોકોને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા મળે તે હેતુથી ટ્રાન્સપોર્ટ સુવિધાના વધુ સરળ બનાવવામાં આવી રહી છે. અમદાવાદમાં મેટ્રો અને બીઆરટીએસ આ બે મોટી ટ્રાન્સપોર્ટ સર્વિસ છે ત્યારે હવે લોકોને મેટ્રો અને બીઆરટીએસ પાસેથી જ ઈલેક્ટ્રીક સ્કૂટર મળશે. 

Join Our WhatsApp Community

ઈ વાહનોની સુવિધાઓ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે ત્યારે લોકોને જાહેરમાં આ પ્રકારે ઈ સ્કૂટર ઉપયોગ કરવા મળશે. એએમસી દ્વારા આગામી જુન મહિનામાં આ ઈલેક્ટ્રીક પેડલ સાઈકલ શરુ કરવાનો નિર્ણય કર્યો છે.  

ઈ વ્હીકલ પ્રોજેક્ટમાં 10 કરોડ ફાળવવામાં આવ્યા 

ખાસ કરીને અગાઉ મેટ્રો પાસે પાર્કિંગના પ્રશ્નો ઉભા થયા હતા ત્યારે કેટલાક પ્લોટ વાહનો પાર્ક થઈ શકે માટે ફાળવવામાં આવ્યા છે પરંતુ હવે તેનાથી વધુ સુવિધા પ્રાપ્ત થશે. કેમ કે, લોકોને મેટ્રો અને બીઆરટીએ પાસે કનેક્ટિંગ ઈલેક્ટ્રીક સ્કૂટર મળી રહેશે, જેના માટેની પાર્કિંગ સુવિધા પણ ઉભી કરવામાં આવશે. આ ઈલેક્ટ્રીક લો સ્પીડ સ્કૂટર હશે જેના માટે ઈ વ્હીકલ પ્રોજેક્ટમાં 10 કરોડ ફાળવવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી હેઠળ મ્યુનિસિપાલિટીએ પાયલોટ પ્રોજેક્ટના ભાગરુપે પ્રારંભમાં આ રકમ ફાળવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. 5 વર્ષ સુધી ઓપરેટર દ્વારા શરુ કરાયેલા ઈ વ્હીકલ ચાલુ રાખવાના રહેશે. 

આ સમાચાર પણ વાંચો:  ભારત વિરોધી અને ચીનના સમર્થક માલદીવના આ પૂર્વ રાષ્ટ્રપતિને થઇ 11 વર્ષની જેલ,

આ ત્રણ કેટેગરીના ઈ વ્હીકલ લોન્ચ કરાશે 

ત્રણ કેટેગરીના ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની તૈયારી કરી છે. ઇલેક્ટ્રિક પેડલ સાયકલમાં મોટર અને પેડલ બંને વિકલ્પો હોય છે તેથી તે સવારના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર સામાન્ય પેડલ સાયકલ પર 12 ટકા જ્યારે ઈલેક્ટ્રિક સાઈકલ પર 5 ટકા જીએસટી વસૂલે છે. આમ, સામાન્ય પેડલ સાયકલની કિંમત વધી જાય છે. શહેરમાં અત્યારે 2 હજાર ઈ સ્કૂટર મુકવામાં આવશે. મળતી વિગતો અનુસાર મ્યુ. પ્રત્યેક વાહન માટે 20 હજાર સબસિડી પણ આપશે. જેમાં ઈન્સ્ટોલમેન્ટ પહેલા અને ઈન્સ્ટોલમેન્ટ પછી 10 હજાર ચૂકવશે.  

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version