Site icon

Future Ready Gujarat : ભવિષ્યના પડકારો માટે સજ્જ બનતું ગુજરાત, યુવાનોને ‘ફ્યુચર રેડી’ બનાવવા માટે હવે અમદાવાદમાં ‘આઈ-ફેક્ટરી લેબ’

Future Ready Gujarat : ગુજરાતે "ફ્યુચર-રેડી" હ્યુમન રિસોર્સ વિકસિત કરવા માટે નવીન અને આધુનિક અભિગમ અપનાવ્યો છે. આ લેબના માધ્યમથી વિવિધ અભ્યાસક્રમો દ્વારા ગુજરાતના યુવાનોને રોબોટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), ડેટા એનાલિટિક્સ, અને સાયબર-ફિઝિકલ સિસ્ટમ જેવી ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજીની તાલીમ મળશે.

Mission Schools Of Excellence : Gujarat’s ‘Mission Schools Of Excellence’ Emerges As India’s Largest Education Initiative

Mission Schools Of Excellence : Gujarat’s ‘Mission Schools Of Excellence’ Emerges As India’s Largest Education Initiative

News Continuous Bureau | Mumbai

Future Ready Gujarat :

Join Our WhatsApp Community

કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા ઇન્ડસ્ટ્રી 4.0 જેવી ઉભરતી ટેકનોલોજી અંગે રાજ્યના યુવાનોને તાલીમ આપવા ઇન્ડસ્ટ્રી 4.0 લેબની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી, કૌશલ્યા યુનિવર્સિટીએ અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આ આધુનિક આઈ-ફેક્ટરી લેબનું નિર્માણ કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે સતત પ્રયાસો કર્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતે “ફ્યુચર-રેડી” હ્યુમન રિસોર્સ વિકસિત કરવા માટે નવીન અને આધુનિક અભિગમ અપનાવ્યો છે. આ લેબના માધ્યમથી વિવિધ અભ્યાસક્રમો દ્વારા ગુજરાતના યુવાનોને રોબોટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), ડેટા એનાલિટિક્સ, અને સાયબર-ફિઝિકલ સિસ્ટમ જેવી ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજીની તાલીમ મળશે.

Future Ready Gujarat : “આઈ-ફેક્ટરી લેબ” ની ઉપયોગિતા

ઇન્ડસ્ટ્રી 4.0 ના અમલીકરણ માટે આ લેબમાં સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ, આઈ.ઓ.ટી., રોબોટીક્સને લગતા વિવિધ મોડ્યુલની તાલીમ આપવામાં આવશે. આ લેબમાં પ્રોડક્ટના ઓર્ડરથી લઇ તેના ડીલીવરી સુધીની સમગ્ર પ્રક્રિયા ઓટોમેટીક થાય તે માટેની ટેકનોલોજીની તાલીમ આપવામાં આવશે. તેનાથી ઉદ્યોગોમાં કાર્યરત માનવબળ આ નવીન ટેકનોલોજીથી માહિતગાર થશે. આ લેબના માધ્યમથી વિવિધ ઉદ્યોગો સંબંધિત માનવબળને તાલીમ આપી આ ટેકનોલોજી અપનાવે તે મુખ્ય હેતુ છે. આ ઉપરાંત વિવિધ શૈક્ષણિક તેમજ ટેકનીકલ સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે. જેથી રાજ્યના ઉદ્યોગોને જરૂરિયાત અનુસારનું કુશળ માનવબળ મળી રહેશે અને રાજ્યના યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે.

આ સમાચાર પણ વાંચો : Train Cancelled News: ટ્રેન મુસાફરો માટે મોટી ખબર, રેલવે દ્વારા કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ, તો ઘણી ટ્રેનો રદ, જુઓ સંપૂર્ણ યાદી

આ પ્રયાસો માત્ર તાલીમ પૂરતા નથી, પણ રાજ્યમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉદ્યોગોનું માળખું ઊભું કરવાનું મુખ્ય લક્ષ્ય છે. વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં આ પહેલ સકારાત્મક ભૂમિકા નિભાવશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત આજે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 40મા સ્થાને પહોંચી ગયું છે. વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓમાં ભારતને મહત્ત્વપૂર્ણ કડી બનાવવા માટે ઉદ્યોગો અને સાહસિકો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version