Armed Forces Flag Day Fund: અમદાવાદમાં ‘આ’ ભંડોળમાં સવિશેષ સહયોગ આપનાર સરકારી કચેરીઓનું કરાયું સન્માન, 68.25 લાખનું ફંડ એકઠું કરવામાં મળી સફળતા.

Armed Forces Flag Day Fund: સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સવિશેષ સહયોગ આપનાર શાળાઓ અને સરકારી કચેરીઓનું કલેક્ટર કચેરી ખાતે સન્માન કરાયું. આ વર્ષે અમદાવાદને મળેલા 50 લાખના લક્ષ્યાંક સામે 68.25 લાખનું ભંડોળ એકઠું કરવામાં સફળતા મળી. અમદાવાદ જિલ્લો છેલ્લાં ચાર વર્ષથી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળના લક્ષ્ય કરતાં પણ વધારે યોગદાન આપતો રહ્યો છે. અમદાવાદ જિલ્લાની દસથી વધારે કચેરીએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં એક લાખ કરતાં વધારે યોગદાન આપ્યું. જિલ્લા શિક્ષણાધિકારી (શહેર) કચેરી દ્વારા રૂ. 20,63,970 એકત્રિત કરાયા તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ગ્રામ્ય) દ્વારા 7,29,507 તો જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (ગ્રામ્ય)ની કચેરી દ્વારા 3,96,651નું ભંડોળ એકત્રિત કરાયું, સરકારી કચેરીઓમાં પોલીસ કમિશનરની કચેરી દ્વારા 10,13,301, અમ્યુકો દ્વારા 2,27,575, નિયામકશ્રી, બોઇલરોની કચેરી દ્વારા 2,17,000 અને ઔડા દ્વારા 2,10,000નું યોગદાન આપવામાં આવ્યું.

 News Continuous Bureau | Mumbai

Armed Forces Flag Day Fund: જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, અમદાવાદ દ્વારા દર વર્ષે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સવિશેષ યોગદાન આપનાર સરકારી કચેરીઓ, શાળાઓ તથા સામાન્ય લોકોનું સન્માન કરવામાં આવતું હોય છે. કલેક્ટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં માતબર આર્થિક સહયોગ આપનારાનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સુધીરભાઈ પટેલ તથા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી શ્રી કર્નલ અંજનીકુમાર સિંઘના હસ્તે સવિશેષ યોગદાન આપનાર કચેરીઓના વડા તથા શાળાના આચાર્યોનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી સુધીરભાઈ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લો છેલ્લાં ચાર વર્ષથી તેને અપાતા રૂ. 50 લાખના લક્ષ્યાંક કરતાં પણ વધારે ભંડોળ એકઠું કરે છે, તેનો આનંદ છે અને ગૌરવ પણ છે. દેશની સુરક્ષા માટે દિવસ-રાત તૈનાત રહેતા વીર જવાનો અને તેમના પરિવારને સહાય કરવી આપણા સૌની મોટી જવાબદારી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

government offices that have given special support to the Armed Forces Flag Day Fund were honored in Ahmedabad

government offices that have given special support to the Armed Forces Flag Day Fund were honored in Ahmedabad

શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ( Armed Forces Flag Day Fund ) દેશના આંતરિક અને બાહ્ય દુશ્મનોથી હંમેશાં દેશનું અને નાગરિકોનું રક્ષણ કર્યું છે. સશસ્ત્ર સેના ધ્વજદિનને ( Armed Forces Flag Day ) આપણે સૌએ એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઊજવવો જોઈએ. નાગરિકોમાં આ દિવસ અંગે જાગૃતિ વધે એવા પ્રયાસો પણ કરવા જોઈએ. સશસ્ત્ર સેનાના અમૂલ્ય યોગદાનને વીસરી શકાય નહીં, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના વડા શ્રી કર્નલ અંજનીકુમાર સિંઘે જણાવ્યું હતું કે આપણી પરંપરા અનુસાર દાન કદી નાનું કે મોટું હોતું નથી. દર વર્ષે 7મી ડિસેમ્બરે ઊજવાતા સશસ્ત્ર સેના ( Indian Army ) ધ્વજદિન નિમિત્તે જિલ્લામાં નાનાં બાળકોથી માંડીને નાગરિકો અને સરકારી કર્મચારીઓ યોગદાન આપતાં હોય છે. અમદાવાદ જિલ્લામાં દર વર્ષે આ યોગદાનનો આંકડો વધતો જ જાય છે, એ આનંદની વાત છે અને આ માટે હું સૌનો આભારી છું, એવું તેમણે ઉમેર્યું હતું.

આ વર્ષે અમદાવાદને ( Ahmedabad ) મળેલા રૂ. 50 લાખના લક્ષ્યાંક સામે 68.25 લાખનું ભંડોળ એકઠું કરવામાં સફળતા મળી છે. અમદાવાદ જિલ્લો છેલ્લાં ચાર વર્ષથી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળના લક્ષ્ય કરતાં પણ વધારે યોગદાન આપતો રહ્યો છે. 50 લાખના લક્ષ્યાંક સામે વર્ષ 2021માં 51.04 લાખ, વર્ષ 2022માં 52.11 લાખ, વર્ષ 2023માં 68.00 લાખ અને આ વર્ષે રૂ. 68.25 લાખ એકત્ર થઈ શક્યા છે.

આ સમાચાર પણ વાંચો :  IFFI 2024 Indian Panorama: ભારતીય પેનોરમાએ IFFIમાં પ્રદર્શિત થનારી ફિલ્મોની યાદી કરી જાહેર, જેમાં રણદીપ હૂડાની ‘આ’ ફિલ્મ ઓપનિંગ ફિલ્મ હશે

અમદાવાદ જિલ્લાની દસથી વધારે કચેરીઓ એવી છે, જેણે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં એક લાખ કરતાં વધારે યોગદાન આપ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (શહેર) કચેરી દ્વારા રૂ. 20,63,970 એકત્રિત કરાયા તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી (ગ્રામ્ય) દ્વારા રૂ. 7,29,507 તો જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (ગ્રામ્ય)ની કચેરી દ્વારા 3,96,651નું ભંડોળ એકત્રિત કરાયું છે. આ કચેરીઓએ પોતાના હસ્તકની શાળાઓમાંથી આ રકમ એકત્રિત કરી છે, જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકોનો પણ ફાળો નોંધાયેલો છે.

government offices that have given special support to the Armed Forces Flag Day Fund were honored in Ahmedabad

સરકારી કચેરીઓની ( Government offices ) વાત કરીએ તો અમદાવાદ પોલીસ કમિશનરશ્રીની કચેરી દ્વારા 10,13,301, અમ્યુકો દ્વારા 2,27,575, નિયામકશ્રી, બોઇલરોની કચેરી દ્વારા 2,17,000 અને ઔડા દ્વારા 2,10,000નું યોગદાન આપવામાં આવ્યું છે.  આરટીઓ (વસ્ત્રાલ), સંયુક્ત રાજ્યવેરા કમિશનરશ્રી, વિભાગ-1, સંયુક્ત રાજ્યવેરા કમિશનર શ્રી, વિભાગ-2ની કચેરીઓ દ્વારા એક લાખથી વધારે યોગદાન આપવામાં આવ્યું છે. સિટી મામલતદાર કચેરી, વટવા અને પોલીસ અધિક્ષકશ્રી (ગ્રામ્ય)ની કચેરી દ્વારા રૂ. 90,000થી વધારેનું યોગદાન આપવામાં આવ્યું છે.

મણિનગરની જય સોમનાથ હાયર સેકન્ડરી સ્કૂલે એકલા હાથે અધધ રૂ. 11,51,111નું તો દસ્ક્રોઈની શેઠ અમુલખ વિદ્યાલયે રૂ. 3,28,579નું માતબર યોગદાન આપ્યું છે. જિલ્લાની અન્ય પાંચ શાળાઓ એવી છે, જેણે એક લાખ કરતાં વધારે યોગદાન આપેલું છે.

આ તમામ કચેરીઓના વડાઓ અને શાળાઓના આચાર્યોની સાથે સાથે વ્યક્તિગત રીતે રૂ. ત્રણ લાખનું યોગદાન આપનારા શ્રી શંકરલાલ એલ. પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, અમદાવાદના કાર્યક્ષેત્ર હેઠળ અમદાવાદ અને  ગાંધીનગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ કચેરી દ્વારા 8180 પૂર્વ સૈનિકો, 1037 સદગત સૈનિકોની ધર્મપત્નીઓ તથા 26,614 સૈનિકોના આશ્રિતોને વિવિધ યોજનાઓ થકી લાભ પહોંચાડવામાં આવે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સૈનિક કલ્યાણ અ પુનર્વસવાટ કચેરીના મદદનીશ અધિકારી શ્રી ભરતસિંહ કે. ચાવડા, કાર્યાલય અધિક્ષક શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, હોસ્ટેલ અધિક્ષક શ્રી રાજુભાઈ ચૌહાણ તથા શ્રી ગજેન્દ્રસિંહ ચવડા,  શ્રી સરદારસિંહ પરમાર સહિતના કર્મીઓએ જહેમત ઉઠાવી હતી

આ સમાચાર પણ વાંચો :   Supreme Court CJI : જસ્ટિસ સંજીવ ખન્ના બનશે 51મા CJI, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મારી મંજૂરીની મહોર; આ તારીખે લેશે શપથ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version