News Continuous Bureau | Mumbai
Ahmedabad news: અમદાવાદમાં એક રેસ્ટોરન્ટને ઓર્ડર મળ્યા બાદ ભૂલથી પનીર સેન્ડવીચ ( Paneer sandwich ) ના સ્થાને ચિકન સેન્ડવીચ મોકલવાનો બનાવ બન્યો હતો. જોકે હવે આ ઘટનાની બધી તરફ ચર્ચા થઈ રહી છે. કારણ કે જે મહિલા ને ચીકન સેન્ડવીચ ડિલિવર કરવામાં આવી તેણે કોર્ટમાં જઈને 50 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે.
Ahmedabad news: સરકારી વિભાગોએ શું કાર્યવાહી કરી?
ચિકન સેન્ડવીચ ( Chicken Sandwich ) ડિલિવર થઈ ગયા બાદ ફરિયાદ મળવાથી સરકારી વિભાગે આ હોટલને 5000 રૂપિયાનો દંડ કર્યો છે. જોકે મહિલાનું કહેવું છે કે માત્ર 5000 રૂપિયાનો એ દંડ ખૂબ ઓછો દંડ છે. તેમજ તે ( Woman ) મહિલા સંપૂર્ણ રીતે શાકાહારી ( Vegetarian ) હોવાથી આ ઘટના તેની માટે આઘાતજનક અને તેના વિચારોથી વિરુદ્ધ છે. આથી મહિલાએ ડિમાન્ડ કરી છે કે તેને ₹50 લાખ રૂપિયાનું વળતર ( Compensation ) આપવામાં આવે અથવા તે કન્ઝ્યુમર કોર્ટમાં જઈને પૈસા મેળવી લેશે. હવે આ કેસ સંદર્ભે આખા અમદાવાદમાં ચર્ચા ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Moto G Stylus 5G: Moto G Stylus 5G 2024 લૉન્ચ, Samsung Galaxy S24 Ultra ને આપશે સ્પર્ધા.. જાણો શું રહેશે કિંમત અને ફિસર્ચ..

