Yoga Summer Camp: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન

Yoga Summer Camp: 20થી 29 મે દરમિયાન અમદાવાદનાં 20 હજારથી વધુ બાળકોએ યોગની તાલીમ મેળવી. અમદાવાદ જિલ્લાનાં 36 કેન્દ્રો પર આયોજન, આરોગ્ય સાથે પોષણયુક્ત આહારનું મહત્ત્વ સમજાવાયું.બાળકોને પેકેજ્ડ ફૂડ અને ફાસ્ટફૂડથી દૂર રાખી હોમમેઈડ- હેલ્ધી ફૂડ આપવાની વાલીઓને શીખ અપાઈ

News Continuous Bureau | Mumbai

Yoga Summer Camp: તારીખ 20થી 29 મે, 2024 દરમિયાન અમદાવાદનાં  36 કેન્દ્રો પર નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ( Gujarat State Yoga Board ) આ પહેલમાં અમદાવાદનાં 20 હજારથી વધુ બાળકો સહભાગી થયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શ્રી શિશપાલજીના માર્ગદર્શનમાં રાજ્યભરમાં યોગને કેન્દ્રમાં રાખી સમર કેમ્પનું આયોજન કરાયું હતું. 

Join Our WhatsApp Community
Gujarat State Yoga Board organizes free yoga summer camps for children across the state

Gujarat State Yoga Board organizes free yoga summer camps for children across the state

Gujarat State Yoga Board organizes free yoga summer camps for children across the state

અમદાવાદનાં ( Ahmedabad ) વિવિધ સેન્ટર્સ ખાતે વાલીઓ હોંશેહોંશે તેમનાં સંતાનોને લાવ્યા હતા. બાળકોમાં ( Children ) સંસ્કારની અભિવૃદ્ધિ અને આહારમાં સુધારાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ સમર કેમ્પ ( Summer Camp ) અને સંસ્કાર શિબિરમાં તજજ્ઞો દ્વારા યોગ તાલીમ આપવામાં આવી હતી. જેમાં યોગ પ્રત્યે બાળકોની અભિરુચિ વધારવા તથા તેમને પેકેજ્ડ ફૂડ અને ફાસ્ટફૂડથી દૂર રાખી હોમમેઈડ- હેલ્ધી ફૂડ આપવાની વાલીઓને શીખ આપવામાં આવી. આ ઉપરાંત બાળકોને વિવિધ યોગાસનો ( yoga ) અને પ્રાણાયામની તાલીમ અપાઈ. બાળકોમાં મોબાઇલની લતના વધતા પ્રમાણ વચ્ચે તેમને મોબાઈલથી દૂર કરી કસરત, યોગાસનો અને મેદાની રમતો તરફ કેવી રીતે વાળવા તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. 

Gujarat State Yoga Board organizes free yoga summer camps for children across the state

Gujarat State Yoga Board organizes free yoga summer camps for children across the state

આ સમાચાર પણ વાંચો: Rajkot TRP Game Zone: રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ.

Gujarat State Yoga Board organizes free yoga summer camps for children across the state

બાળક ઘરે પણ નિયમિત રૂપે યોગ-પ્રાણાયામ કરી શકે તેના માટે તૈયાર કરાયેલી આકર્ષક યોગાસન માહિતી પુસ્તિકા, ચિત્રપોથી અને સમર કેપમાં જોડાયેલાં બાળકોને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા. સાથોસાથ સમગ્ર કેમ્પ દરમિયાન બાળકો માટે પોષણયુક્ત પીણું અને અલ્પાહારની વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. રાજ્ય યોગબોર્ડના સભ્યો, યોગ કો-ઓર્ડિનેટર તથા સ્વયંસેવકો દ્વારા સમરકેમ્પના સુચારુ આયોજનને વાલીઓ બિરદાવ્યું હતું. આ શિબિરના અંતે બાળકો નિયમિત યોગ-પ્રાણાયામ કરવા માટે કટિબદ્ધ થયા હતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version