Site icon

Health Minister Rushikesh Patel: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સિવિલ મેડિસીટી ડેવલપમેન્ટના જોયેલા સ્વપ્નનું નિર્માણકાર્ય હવે પૂર્ણતાના આરે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Health Minister Rushikesh Patel: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અમદાવાદ સિવિલ મેડિસિટીની મુલાકાત

Health Minister Shri Hrishikesh Patel visits Ahmedabad Civil Medicity

Health Minister Shri Hrishikesh Patel visits Ahmedabad Civil Medicity

News Continuous Bureau | Mumbai

સમીક્ષા થયેલ વિષયો :-

* મેડિસિટી માં પ્રવેશતા દર્દીઓ માટે સાયનેજ(હોર્ડીગ્સ) ના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન

Join Our WhatsApp Community

* સમગ્ર કૅમ્પસમા L Shape  અને મલ્ટીલેવલ પાર્કિંગ ની વ્યવસ્થા

* હાલ સમગ્ર કૅમ્પસમા કુલ ૮ પ્રવેશ દ્વાર છે જેમાં ૨ ગેટ  વધારીને કુલ ૧૦ ગેટ કરાશે

* સિવિલ મેડિસિટી કૅમ્પસની પાસેના મેન્ટલ કંપાઉન્ડ અને મણીબેન હોસ્પિટલ કૅમ્પસનુ પણ આગામી જરૂરીયાત આધારે માસ્ટર પ્લાન તૈયાર કરવાની મંત્રી શ્રીની સૂચના

અમદાવાદની ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ મેડિસિટીના ડેવલપમેન્ટના માસ્ટર પ્લાનની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સિવિલ મેડિસીટીના ડેવલપમેન્ટના જોયેલા સ્વપ્નનું નિર્માણકાર્ય હવે પૂર્ણતાના આરે છે. સિવિલ મેડિસિટીમાં ઉપલબ્ધ તમામ તબીબી અને સુપર-સ્પેશ્યાલિસ્ટ સેવાઓ રાજ્ય અને દેશની અન્ય હોસ્પિટલ માટે પણ ઉદાહરણીય બની છે. સિવિલ મેડિસિટીમાં ઉપલબ્ધ વિવિધ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના પરિણામે ગુજરાતના મેડિકલ ટુરિઝમમાં વધારો થઇ રહ્યો છે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ કહ્યું હતું.

મેડિસિટીમા પ્રવેશતા, બહાર જતા અને અંદર વિવિધ હોસ્પિટલ અને સેવાઓ માટે આવતા દર્દીઓ, તેમના સગાઓ માટે કૅમ્પસ સિમલેશ મોબિલિટી, સાયનેજ(હોર્ડીગ્સ)ના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન.
સમગ્ર કૅમ્પસમા એલ શેપ પાર્કિંગની વ્યવસ્થા થાય તે માટેના માસ્ટર પ્લાન અંગે વિગતવાર સમીક્ષા કરાઇ હતી. હાલ સમગ્ર કૅમ્પસમા કુલ ૮ પ્રવેશ દ્વાર છે,જેમાં ૨ ગેટ વધારવાનું આયોજન હાથ ધરવામાં આવશે‌.

આ સમાચાર પણ વાંચો  :CSMI Airport: મુંબઈના CISF સ્ટાફે 02 કેસોમાં 2.073 કિલો વજનનું સોનું જપ્ત કર્યું, 02 લોકોની ધરપકડ…

સિવિલ મેડિસિટી કૅમ્પસની પાસેના મેન્ટલ કંપાઉન્ડ અને મણીબેન હોસ્પિટલ કૅમ્પસનું પણ આગામી જરૂરીયાત આધારે માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા સમીક્ષા બેઠકમાં આપવામાં આવી હતી.

સિવિલ મેડિસિટીમા આ ઉપરાંત રૂ. ૮૩૮ કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટના કામો પણ હાથ ધરવામા આવ્યાં છે.

જેમાં ૧૮૦૦ બેડની OPD,IPD,ICU સહિતની સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ રૂ.૫૮૮ કરોડના ખર્ચે તૈયાર થશે જેનું ટેન્ડર થઇ ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અસારવા સિવિલ કેમ્પસમાં વિવિધ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ  છે. જેમાં મેડિકલ કોલેજ, સીવીલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુ. એન. મહેતા કાર્ડીયાક હોસ્પિટલ (UNMICRC), કિડની હોસ્પિટલ (૮૦૦ બેડ), MCH ૧૨૦૦ બેડ, ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, સ્પાઈન ઈન્સ્ટીટ્યુટનો સમાવેશ થાય છે.  મોટા પ્રમાણમાં દર્દીઓ તથા દર્દીઓના સગા-વાહલાઓની અવર-જવર અને અન્ય સુવીધાો સુવ્યવસ્થિત રીતે પૂરી પાડી શકાય તે માટે કેમ્પસ ડેવલપમેન્ટની કામગીરી કરાશે.

જેમાં મુખ્યતત્વે મલ્ટીલેવલ પાર્કિંગ તથા નવા સૂચિત બિલ્ડીંગોમાં બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા, અપગ્રેડેશન ઓફ કેમ્પસ રોડ નેટવર્ક વીથ ઈન્ટરનલ અને એક્સર્ટર્નલ સાઈનેઝીસ, હોસ્પિટલને એપ્રોચ કરતા રસ્તાઓ પર પ્રોપર લોકેશન અને જે તે સુવિધાની બિલ્ડંગ સુધી સહેલાઈથી પહોંચી શકાય અને ટ્રાફીક  નીવારી શકાશે.

આ સમાચાર પણ વાંચો  :Gujarat Global Expo: નર્મદ યુનિ. ખાતે ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ને ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે ખૂલ્લો મૂકાયો

આ ઉપરાંત એન્ટ્રી – એક્ઝીટ માટેના વધારાના નવા ગેટ,જે તે તબીબી સુવિધાના બિલ્ડીંગ માટે ટ્રાફીકના વિભાજન કરી સહેલાઈથી પહોંચવા માટે તૈયાર કરાશે. ટ્રોમા અને બી. જે. મેડિકલના ગેટ પાસે ટ્રાફીકની સમસ્યાના નિવારણ અને સેપ્રેસન માટે ઓક્ઝીલરી લેન બનશે.

તદ્ ઉપરાંત નવી પી. જી.ની સીટોના વધારાને લક્ષમાં લઈ ૧૨૦૦ વિદ્યાર્થિઓ માટે હોસ્ટેલનું બાંધકામ કરાશે.

કૅન્સર હોસ્પિટલ માં નિર્માણાધીન વિવિધ પ્રોજેક્ટના નવીન બિલ્ડિંગ ના આયોજન અંગે અને યુ.એન.મહેતા હોસ્પિટલના વિવિધ પ્રોજેક્ટસની સમીક્ષા કરાઇ હતી.

મેડિસીટીના નિર્માણાધીન પ્રોજેક્ટની વિગતવાર સમીક્ષા બેઠકમાં આરોગ્ય સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ,મેડિસીટીની તમામ હોસ્પિટલના વડા, પી.આઇ.યુ.ના વડા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
Exit mobile version