Site icon

India Post: ઈન્ડિયા પોસ્ટની ફ્રેન્ચાઈઝીનું લાયસન્સ આપવા માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી

India Post: ગ્રાહકોને સેવાની ઉપલબ્ધતામાં સુધારો કરવા માટે અમદાવાદ સિટી ડિવિઝન હેઠળ એક ફ્રેન્ચાઈઝી ખોલવાની છે.

India Post , letter writing competition , digital india,

India Post , letter writing competition , digital india,

News Continuous Bureau | Mumbai
India Post: ભારતીય ડાક વિભાગ સમગ્ર દેશમાં ભારતના નાગરિકોને ટપાલ સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેથી ગ્રાહકોને સેવાની ઉપલબ્ધતામાં સુધારો કરવા માટે અમદાવાદ સિટી ડિવિઝન હેઠળ એક ફ્રેન્ચાઈઝી ખોલવાની છે. ફ્રેન્ચાઈઝી લાયસન્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
ફ્રેન્ચાઈઝી રજિસ્ટર્ડ પોસ્ટ, સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર, રજિસ્ટર્ડ પાર્સલ, સ્પીડ પોસ્ટ પાર્સલ બુકિંગ અને સ્ટેમ્પ સેલ સેવાઓ પ્રદાન કરશે.
અરજીને 1) ઉમંરનો પુરાવો (સ્કૂલ છોડવાનું પ્રમાણપત્ર) 2) પાન કાર્ડ 3) આધાર કાર્ડ 4) કાયમી અને હાલના રહેઠાણના સરનામાનો પુરાવો 5) શૈક્ષણિક ડિગ્રી પ્રમાણપત્ર 6) કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર જો કોઈ હોય તો 7) ફ્રેન્ચાઈઝી માટેની જગ્યાની માલિકીનો પુરાવો જો કોઈ હોય તો (ફ્રેન્ચાઈઝી માટેની જગ્યા જો ભાડે હોય તો ભાડાની માલિકી અને ભાડાનો સમયગાળો દર્શાવતો કરાર 8) બે જવાબદાર વ્યક્તિઓ દ્વારા ચારિત્ર પ્રમાણપત્ર 9) સૂચિત ફ્રેન્ચાઈઝી આઉટલેટ અને નજીકના મહત્વપૂર્ણ સીમાચિહ્ન/સ્થળ વગેરેના સ્થાનને નિર્ધારિત કરતા વિસ્તારનો રફ સ્કેચ નકશો.
અરજી માત્ર રજીસ્ટર્ડ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા 21-08-2023ના રોજ અથવા તે પહેલાં સિનિયર સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસ, ઈન્કમટેક્સ ઓફિસની સામે, આશ્રમ રોડ, અમદાવાદ-380009 ખાતે પહોંચવી જોઈએ. 21-08-2023 પછી મળેલી કોઈ પણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો : No Confidence Motion : પીએમ મોદીએ લોકસભામાં કહ્યું- અવિશ્વાસ પ્રસ્તાવ ભગવાનનો આશીર્વાદ, કોંગ્રેસ પર સાધ્યું નિશાન..

Join Our WhatsApp Community
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version