News Continuous Bureau | Mumbai
India Post: પોસ્ટલ જીવન વિમના ડાયરેક્ટ એજન્ટ બનવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે વોક ઇન ઈન્ટરવ્યું રાખવામાં આવ્યા છે. પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સીટી ડીવીઝનની યાદી મુજબ અમદાવાદ જિલ્લામાં પોસ્ટલ (ટપાલ) જીવન વીમાના કામ માટે ઉત્સાહી વ્યક્તિઓને ડાયરેક્ટ એજન્ટ તરીકે નિમણુક આપવાની છે. જે અંતર્ગત નીચેની શરતો પરિપૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ઈન્ટરવ્યુંમાં હાજર રહી શકે છે. આ ઈન્ટરવ્યું પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદની કચેરી, સીટી ડીવીઝન, નવરંગપુરા હેડ પોસ્ટઓફિસ બિલ્ડિંગ, અમદાવાદ-09 ખાતે તારીખ 14/02/2025ના રોજ સવારે 11.00 કલાકથી નિર્ધારીત કરવામાં આવ્યા છે.
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી. જેમાં BIO-DATA સાથે પાસપોર્ટ સાઈઝ ફોટો, ઉમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનો દાખલો, વીમા ક્ષેત્રે અનુભવનો પુરાવા (જો હોય તો) અસલની સાથે ખરાઈ કરેલી નકલ લાવવાની રહેશે.
આ સમાચાર પણ વાંચો: Import Reduction: આયાત પર નિર્ભરતા ઘટાવવાની યોજના, પ્રધાનમંત્રીએ ‘આ’ વર્ષ સુધી નેટ ઝીરો લક્ષ્ય માટે રાષ્ટ્રીય મિશન દિગ્દર્શિત કર્યું.
India Post: યોગ્યતાની શરતો
લાયકાત: ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર માન્ય પરીક્ષા ઉતીર્ણ કરેલ હોવી જોઈએ.
ઉમર: ઓછામાં ઓછી 18 વર્ષ (વોક ઇન ઈન્ટરવ્યુંના દિવસે)
વર્ગો: બેરોજગાર/સ્વ-રોજગાર ધરાવતા યુવકો/પૂર્વ જીવન વીમા એજન્ટ/કોઈપણ વીમા કંપનીના પૂર્વ એજન્ટ/ માજી સૈનિક/આંગણવાડી કાર્યકરો/મહિલા મંડળના કાર્યકરો/ગ્રામ પ્રધાન/ગ્રામ પંચાયતના સભ્યો.
મહેનતાણું: સરકાર શ્રીના નિયમો અનુસાર કામકાજ મુજબ.
નોંધઃ કોઈ પણ અન્ય લાઈફ ઈન્સ્યોરન્સમાં કામ કરતા એજન્ટને પી.એલ.આઈ/આર.પી.એલ.આઈની એજન્સી મળવાપાત્ર નથી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.