Jagannath Rath Yatra 2025: હાથીના હેલ્થની દરકાર, અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રામાં જોડાનાર 17 હાથીઓની શારીરિક-માનસિક સ્વાસ્થ્યની ચકાસણી

Jagannath Rath Yatra 2025: અમદાવાદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામક શ્રી સુકેતુ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર 23મી જૂનથી હાથીઓના શારીરિક-માનસિક આરોગ્યનું સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે.

News Continuous Bureau | Mumbai

Jagannath Rath Yatra 2025:

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા માટે રંગેચંગે તૈયારીઓ થઈ રહી છે. શણગારેલા હાથીઓ રથયાત્રાનું અનેરું આકર્ષણ રહ્યા છે. આ વર્ષે 17 જેટલા હાથીઓ રથયાત્રામાં જોડાનાર છે. આ હાથીઓની શારીરિક-માનસિક હેલ્થની દરકાર અમદાવાદ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા સુપેરે લેવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

Jagannath Rath Yatra 2025 Elephants to undergo check-ups ahead of Ahmedabad Rath Yatra

અમદાવાદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામક શ્રી સુકેતુ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર 23મી જૂનથી હાથીઓના શારીરિક-માનસિક આરોગ્યનું સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે. તમામ હાથીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે અને તેમને હેલ્થ સર્ટિફિકેટ પણ ઇશ્યૂ કરવામાં આવે છે. વેટરનરીની ટીમ દ્વારા તેમને કોઈ માખી કે ઇતરડી જેવા જંતુઓ પજવતા હોય તો તેને દૂર કરવામાં આવે છે તથા નાની-મોટી બીમારી હોય તો તેનું નિદાન કરીને સારવાર કરવામાં આવે છે. આમ, હાથીની હેલ્થ જળવાઈ રહે, એ માટે પુરતા પ્રયાસો કરવામાં આવે છે.

 

આ સમાચાર પણ વાંચો :  Surat Heavy Rain : સુરત શહેરમાં ભારે વરસાદને પગલે પાણીનો ભરાવો થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૧૨ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું

શ્રી ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રા સુધી સતત ત્રણ દિવસ હાથીના શારીરિક-માનસિક હેલ્થનું મોનિટરિંગ કરવામાં આવશે એટલું જ નહિ, રથયાત્રા દરમિયાન પણ અમારી એક ટીમ તથા વનવિભાગની એક ટીમ હાથીઓની સાથે જ રહેશે, જેથી હાથીને કોઈ તકલીફ પડે, એ ઉપરાંત તેમની અકળામણ કે ગુસ્સાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે, તેની તકેદારી રાખવામાં આવતી હોય છે. કોઈ સંજોગોમાં હાથી માનસિક સંતુલન કે મિજાજ ગુમાવે તો તેને કાબૂમાં લેવા માટે વન વિભાગના કર્મીઓ ડાર્ટ ગન પણ સાથે રાખતા હોય છે.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version