Jagannath Rath Yatra 2025: ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં

Jagannath Rath Yatra 2025: ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ થયા સહભાગી

HM Amit Shah offers prayers at Jagannath temple in Ahmedabad

News Continuous Bureau | Mumbai 

Jagannath Rath Yatra 2025: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ૧૪૮મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ, ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા.

Join Our WhatsApp Community

HM Amit Shah offers prayers at Jagannath temple in Ahmedabad

દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે. ત્યારે રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી પૂજા-અર્ચના કરી હતી.

HM Amit Shah offers prayers at Jagannath temple in Ahmedabad

આ સમાચાર પણ વાંચો : Jagannath Rath Yatra 2025: અમદાવાદમાં 148મી ભવ્ય યાત્રાનું આયોજન

અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતીક સમાન આજની રથયાત્રાના આ પાવન અવસરે અમદાવાદ મંદિરના મહંત દિલીપદાસજી, અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ શ્રી અવિચલદાસજી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, સંતો- મહંતો તેમજ ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version