Site icon

Kaizen GI Robotic Centre of Excellence : અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાઇઝન હોસ્પિટલના ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઇન રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરી’નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું

Kaizen GI Robotic Centre of Excellence : ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે ઉભરતી ટેકનોલોજીને હંમેશાથી પ્રોત્સાહન મળતું આવ્યું છે - હવે મેડિકલ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમન્વયનો જમાનો : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Chief Minister Bhupendra Patel virtually inaugurated Kaizen Hospital's 'Centre of Excellence in Robotic Gastrointestinal Surgery' in Ahmedabad

Chief Minister Bhupendra Patel virtually inaugurated Kaizen Hospital's 'Centre of Excellence in Robotic Gastrointestinal Surgery' in Ahmedabad

News Continuous Bureau | Mumbai

Kaizen GI Robotic Centre of Excellence : 

Join Our WhatsApp Community

• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફ્યુચરીસ્ટીક ટેકનોલોજીના માધ્યમથી દેશના દરેક નાગરિક સુધી ઉત્તમ અને એફોર્ડેબલ હેલ્થ કેર પહોંચાડવા માટે પ્રયાસો કર્યાં
• કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયોથેરાપી સારવાર માટે સાયબર નાઇફ – રોબોટિક લિનિયર એક્સલેટર મશીન સરકારે વસાવ્યું છે- યુ.એન. મહેતા હોસ્પિટલમાં ર૦૨૨થી રોબોટીક્સ સર્જરી થાય છે, એ.આઇ. આધારિત ડિજિટલ ICU કાર્યરત
• બેક ટુ બેઝિક- નેચર તરફ પાછા વળી રોગ થાય જ નહીં તેવું જીવન જીવવું જોઇએ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે ઉભરતી ટેકનોલોજીને હંમેશાથી પ્રોત્સાહન મળતું આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ૨૦૧૩માં જ રોબોટિક સર્જરીની શરૂઆત કરાવી હતી. હવે મેડિકલ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમન્વયનો જમાનો છે. ગુજરાતમાં વિવિધ તબક્કે હેલ્થ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિનિયોગની તકો રાજ્ય સરકારે વિકસાવી છે.

 

આદરણીયશ્રી નરેન્દ્રભાઈએ મોડર્ન મેડીકલ સાયન્સ માટે અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રકચર અને જરૂરી માનવબળનો વિકાસ સાથે ફ્યુચરીસ્ટીક ટેકનોલોજીના માધ્યમથી દેશના દરેક વ્યક્તિ, દરેક નાગરિક સુધી ઉત્તમ અને એફોર્ડેબલ હેલ્થ કેર પહોંચાડવા માટે પ્રયાસો કર્યાં છે. પરિણામે દેશના હેલ્થ સેક્ટરમાં એ.આઇ. અને રોબોટીક્સ જેવી ટેકનોલોજીને ખૂબ વેગ મળ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલના ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઇન રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરી’નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. કાઈઝન હોસ્પિટલ ૧૦૦ રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ (જી.આઈ.) સર્જરી કરનારી દેશની પ્રથમ હોસ્પિટલ બની છે, તે ઉપલબ્ધિની ઉજવણીના અવસરે મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી પ્રણાલીને આગળ વધારતાં કેન્સર હોસ્પિટલમાં ૯૫ કરોડના ખર્ચે અત્યાધુનિક રેડિયોથેરાપી સારવાર માટે સાયબર નાઇફ – રોબોટિક લિનિયર એક્સલેટર મશીન સરકારે વસાવ્યું છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં પણ ર૦૨૨થી રોબોટીક્સ સર્જરી શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં મેડીકલ ક્ષેત્રમાં વધુને વધુ નવું અને ટેકસેવી માનવબળ મળે તે દિશામાં પાછલા દસ વર્ષમાં પ્રયાસો થયાં છે.

તેમણે કહ્યું કે, મેડીકલ ક્ષેત્રમાં પણ એ.આઇ.નો ખૂબ જ ઝડપથી ઉપયોગ વધી રહ્યો છે. એ.આઇ. અને ટેલીમેડીસીનના કારણે હવે દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી મેડીકલ સેવાઓ પહોંચી છે. એ.આઇ.ના પરિણામે હવે દર્દીના રોગની હિસ્ટ્રી સરળતાથી મળી રહે છે, અને ડોક્ટર્સને પણ ક્લીનિકલ ડિસિઝન સપોર્ટ મળી રહે છે એટલે દર્દીની સારવાર કરવામાં લાગતો સમય ઘટે છે. ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર પણ મળી રહે છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે આ પ્રકારનું એ.આઇ. આધારિત ડિજિટલ ICU યુ.એન. મહેતા ખાતે શરૂ કર્યું છે. વડાપ્રધાનશ્રી જ્યારે પણ એ.આઇ. ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કરે છે ત્યારે હેલ્થ સેક્ટરમાં એ.આઇ.ના ઉપયોગ પર સવિશેષ ભાર મૂકે છે. જ્યારે સ્ટાર્ટઅપ્સના ઇનોવેટર્સને મળે છે ત્યારે તેઓ આરોગ્ય ક્ષેત્રની ચેલેન્જીસના પ્રેક્ટીકલ સોલ્યૂશન લાવવાની તેમને પ્રેરણા આપે છે. ગિફ્ટ સિટીમાં એ.આઇ. સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત કર્યું છે, તેમાં પણ હેલ્થ સેક્ટરના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીએ છીએ.

આ સમાચાર પણ વાંચો : Gujarat UCC Committee : નવી દિલ્હી ખાતે ગુજરાત યુસીસી સમિતિ દ્વારા જાહેર પરામર્શનું થયું આયોજન

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશમાં મેડીકલ કોલેજોની સંખ્યા ૩૧૯થી વધીને ૭૦૩ થઈ છે. MBBS અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં મેડિકલ સીટો ૮૫ હજારમાંથી ૧ લાખ ૬૮ હજાર થઈ છે. દેશમાં ૨૨ એમ્સ કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વસ્થ જીવનશૈલી નું મહત્વ સમજાવતા કહ્યું કે, પ્રિવેન્શન ઇઝ બેટર ઘેન ક્યોર. બેક ટુ બેઝિક- નેચર તરફ પાછા વળી રોગ થાય જ નહીં તેવું જીવન જીવવું જોઇએ. તેમણે માનવ શરીર, પર્યાવરણ અને પૃથ્વીના ભલા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા નવ સંકલ્પ: પાણી બચાવો, એક પેડ માં કે નામ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી, હેલ્ધી જીવન શૈલી, યોગ અને રમત-ગમત, ગરીબોની સહાયતા’ સહુને સમજાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ૧૦૦થી વધુ જી.આઇ. રોબોટિક સર્જરી કરનારી ભારતની પહેલી હોસ્પિટલ બનવા બદલ છે. ડો. સંજીવ હરિભક્તિ અને કાઇઝન હોસ્પિટલની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે ધારાસભ્ય શ્રી અમિત ઠાકર, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ અને ટ્રેનિંગ ડિવિઝનના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી હરિત શુક્લા, કાઇઝન હોસ્પિટલના વરિષ્ઠ તબીબ ડૉ. સંજીવ, જાણીતા તબીબ ડૉ. મહેશ દેસાઇ અને મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version