Site icon

kubernagar ITI : મેગા ITI કૂબેરનગર ખાતે ટુ વ્હીલર ઓટો લૅબનું ઉદ્ઘાટન – તાલીમાર્થીઓ માટે તકનીકી શિક્ષણની નવી ઉપલબ્ધિ

kubernagar ITI : નવીન લૅબ ટુ વ્હીલર ઓટો રિપેરર ટ્રેડ તેમજ ઓટોમોબાઈલ સેક્ટરના વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓ માટે મહત્વપૂર્ણ તાલીમ સુવિધાઓ પૂરી પાડશે.

News Continuous Bureau | Mumbai

kubernagar ITI :  મેગા ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ (મેગા ITI) કૂબેરનગર ખાતે આજે ટુ વ્હીલર ઓટો લૅબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Join Our WhatsApp Community

 

આ પ્રયોગશાળા હોમ ફર્સ્ટ સંસ્થાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિઓ અંતર્ગત એલિક્ષિર ઓર્ગેનાઈઝેશન સાથે ભાગીદારીમાં સ્થાપવામાં આવી છે. આ નવીન લૅબ ટુ વ્હીલર ઓટો રિપેરર ટ્રેડ તેમજ ઓટોમોબાઈલ સેક્ટરના વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓ માટે મહત્વપૂર્ણ તાલીમ સુવિધાઓ પૂરી પાડશે.

 

આ ઉદ્ઘાટન સમારોહમાં હોમ ફર્સ્ટના પ્રતિનિધિઓ, મેગા ITI કૂબેરનગરના પ્રિન્સિપાલ્સ અને વિવિધ સન્માનનીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. તેઓએ આ પ્રકારની સુવિધાઓ તાલીમાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે અને તેમની તકનીકી કૌશલ્યતાની વૃદ્ધિ માટે મજબૂત પાયાનું કામ કરશે.

આ સમાચાર પણ વાંચો : Virtual Vortex :ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓની મોટી છલાંગ, વર્ચ્યુઅલ વોર્ટેક્સ ટીમે ARમાં ઇતિહાસ રચ્યો!

આ લૅબ અદ્યતન સાધનો અને ટેક્નોલોજીથી સંપૂર્ણ રીતે સજ્જ છે, જેમાં ટુ વ્હીલર વાહનોની રિપેરીંગ, સર્વિસિંગ અને ડાયગ્નોસ્ટિક તાલીમ માટે જરૂરી મોડલ્સ અને સાધનો ઉપલબ્ધ છે. આ લૅબ દ્વારા તાલીમાર્થીઓને માત્ર પરંપરાગત બાઇક અને સ્કૂટર ટેક્નોલોજી જ નહીં, પણ નવી ઉભરતી ઈલેક્ટ્રિક વ્હીકલ ટેક્નોલોજી વિશે પણ વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળશે.

આ ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના લગભગ 150 તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમને આ નવી સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ નવી લૅબ દ્વારા તેઓ વાસ્તવિક વ્યવસાયિક અનુભવ મેળવતા થશે, જે તેમના ભવિષ્ય માટે માર્ગદર્શક સાબિત થશે.

આ ઉદ્યમશીલ પહેલ માટે હોમ ફર્સ્ટ અને એલિક્ષિર ઓર્ગેનાઈઝેશનનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જે તાલીમાર્થીઓને આધુનિક ટેક્નોલોજી સાથે પગલી ભરી તેમની કારકિર્દીને નવી ઉંચાઈઓએ લઈ જવામાં સહાયક બનશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
Exit mobile version