Site icon

Lok sabha election 2024 : લોકસભા ચૂંટણીના ઉમેદવારોની નોંધણી શરૂ, અમદાવાદની આ બે લોકસભા બેઠકો પૈકી 145 ફોર્મ ઉપડ્યા.

Lok sabha election 2024 : અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.

Lok sabha election 2024 Among The Two Lok Sabha Seats Of Ahmedabad, A Total Of 89 Forms Were Taken In Ahmedabad East And 56 Forms For West

Lok sabha election 2024 Among The Two Lok Sabha Seats Of Ahmedabad, A Total Of 89 Forms Were Taken In Ahmedabad East And 56 Forms For West

Lok sabha election 2024 :

લોકસભા ચૂંટણી ( Lok Sabha Election ) ની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમદવાદ ( Ahmedabad ) ની બે બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ માટે અત્યાર સુધીમાં કુલ ૧૪૫ ફોર્મ ઉપડ્યા છે. જે પૈકી અમદાવાદ પૂર્વમાં કુલ ૮૯ ફોર્મ ઉપડ્યા, જ્યારે અમદવાદ પશ્ચિમ માટે ૫૬ ફોર્મ ( Form ) ઉપડ્યા. જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠક ( Lok sabha seat )  માટે બે પક્ષના ઉમેદવારોએ કુલ પાંચ ફોર્મ રજૂ કર્યા છે, જ્યારે અમદાવાદ પશ્ચિમ ( west ) બેઠક પર હજુ એક પણ ફોર્મ રજૂ થયું નથી.

Join Our WhatsApp Community

Lok sabha election 2024 : આ તારીખ સુધી ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ૭ – અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ માટે જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૭ અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) અમદાવાદને ચૂંટણી અધિકારી, ૭- અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની ચેમ્બર, પહેલો માળ, જિલ્લા પંચાયત કચેરી, ભદ્ર, લાલ દરવાજા, અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.

Lok sabha election 2024 : ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી  ચૂંટણી અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે 

 જ્યારે ૮ – અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ માટે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.૧૦૮, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.

આ સમાચાર પણ વાંચો : Salman Khan: જો સલમાન ખાન ફાયરિંગ કરનાર 47 કલાકમાં પકડાય તો આજ દિવસ સુધી અભિષેકને ન્યાય કેમ નહીં? તેજસ્વીની ઘોસાળકરનો સવાલ…

આ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે તારીખ ૨૨ એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version