News Continuous Bureau | Mumbai
- લોકસભા સામાન્ય ચૂંટણી 2024 : અમદાવાદ જિલ્લો
- મેટ્રો ટ્રેનમાં ગુંજ્યો ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નાદ
- ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ના સૂત્ર સાથે મેટ્રો સ્ટેશન તથા ટ્રેનમાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો
- મેટ્રો ટ્રેનમાં મુસાફર કરતા નાગરિકોએ લીધા અચૂક મતદાનના શપથ
- અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયું અનોખું આયોજન
અમદાવાદ ( Ahmedabad ) જિલ્લામાં આગામી તા.7મી મે,2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન ( Voting ) જાગૃતિ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત શહેરના અનેક આઇકોનિક સ્થળ પર ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના મેટ્રો સ્ટેશન તથા મેટ્રો ટ્રેન ( Metro train ) માં ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત યુવાનો દ્વારા મેટ્રો સ્ટેશન ખાતે ‘મતદાન જાગૃતિ’ અંગે આકર્ષક રંગોળી કંડારવામાં આવી હતી.
Lok sabha election 2024 નાગરિકો સાથે મતદાન (Voting ) કરવા મુદ્દે સંવાદ સાધ્યો
પ્રથમ વખતના યુવા મતદારો ( Voters ) એ ગુજરાત યુનિવર્સિટીથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. તે દરમિયાન નાગરિકો સાથે મતદાન કરવા મુદ્દે સંવાદ સાધ્યો હતો.
Lok sabha election 2024 સૌને દેશહિતમાં અવશ્ય મતદાન કરવાની અપીલ
યુવાનો દ્વારા મેટ્રો ટ્રેનમાં ‘દસ મિનિટ, દેશ માટે’ના નાદ સાથે મુસાફરી કરતા સૌને દેશહિતમાં અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી. મુસાફરોએ પણ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે, તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.