Site icon

MDoNER: ગુજરાત રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર અમદાવાદમાં નોર્થ ઇસ્ટ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ રોડ શોનું ઉદ્ઘાટન કરશે

MDoNER: પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા પૂર્વોત્તર રાજ્યોમાં વેપાર અને રોકાણની તકોને ઉજાગર કરવા માટે અમદાવાદમાં 17 જાન્યુઆરીએ નોર્થ ઇસ્ટ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ રોડ શોનું આયોજન

MDoNER Gujarat Minister of State Dr. Sukant Majumdar to inaugurate North East Trade and Investment Roadshow in Ahmedabad

MDoNER Gujarat Minister of State Dr. Sukant Majumdar to inaugurate North East Trade and Investment Roadshow in Ahmedabad

News Continuous Bureau | Mumbai 

  • અમદાવાદના આશ્રમ રોડથી આયોજિત રોડ શોમાં માનનીય રાજ્ય મંત્રી, MDoNER, ડૉ. સુકાંત મજુમદાર ઉપસ્થિત રહેશે
MDoNER: પૂર્વોત્તર ક્ષેત્રમાં વેપાર અને રોકાણની તકોને રેખાંકિત કરવા માટે અમદાવાદમાં નોર્થ ઇસ્ટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રોડ શોનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે માનનીય રાજ્ય મંત્રી, MDoNER ડૉ. સુકાંત મજુમદાર ઉપસ્થિત રહેશે.

પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય (MDoNER) દ્વારા 17 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદમાં નોર્થ ઇસ્ટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રોડનું આયોજન કરવામાં આવ્યું છે, જે સવારે 10:30 વાગ્યે હોટલ હયાત રિજન્સી, આશ્રમ રોડ, અમદાવાદ, ગુજરાત ખાતે શરૂ થશે. આ કાર્યક્રમમાં ભારત સરકારનાં પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રાલયનાં આદરણીય રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર ઉપસ્થિત રહેશે. સંયુક્ત સચિવ શ્રી શાંતનુ, પૂર્વોત્તર રાજ્યોના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે; DPIIT, NEC, NEHHDC, NERAMAC અને NEDFi પણ રોડ શોમાં ભાગ લેશે. આ રોડ શોનો હેતુ ગુજરાતના ગતિશીલ વ્યવસાયિક સમુદાય માટે ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં ઉપલબ્ધ રોકાણની વિપુલ તકોને પ્રકાશિત કરવાનો છે.

Join Our WhatsApp Community

આ રોડ શોનું આયોજન પૂર્વોત્તર ક્ષેત્રની રાજ્ય સરકારો, ફિક્કી (ઔદ્યોગિક ભાગીદાર) અને ઇન્વેસ્ટ ઇન્ડિયા (ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન પાર્ટનર)ના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે.

અમદાવાદનો રોડ શો નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટની સમિટ પૂર્વેની પ્રવૃત્તિઓના ભાગરૂપે સાતમો મોટો રોડ શો છે અને તેમાં પૂર્વોત્તરના આઠ રાજ્યો જેમકે અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાના પ્રતિનિધિઓ તરફથી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. આ રાજ્યો માળખાગત સુવિધા અને લોજિસ્ટિક્સ, કૃષિ અને આનુષંગિક ઉદ્યોગો, આઇટી અને આઇટીઇએસ, ઊર્જા, ટેક્સટાઇલ્સ, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ્સ, પ્રવાસન અને હોસ્પિટાલિટી, શિક્ષણ અને કૌશલ્ય, હેલ્થકેર, મનોરંજન અને રમતગમત સહિત મુખ્ય ક્ષેત્રોમાં રોકાણની વિવિધ તકો ઊભી કરશે.આ રોડ શોમાં B2G (બિઝનેસ-ટુ-ગવર્મેન્ટ)ની બેઠકો પણ યોજાશે, જે રોકાણકારોને રાજ્યનાં પ્રતિનિધિઓ સાથે સીધા જોડાણ કરવા અને પૂર્વોત્તર ક્ષેત્રમાં ક્ષેત્રીય તકો ચકાસવા માટે વિશિષ્ટ પ્લેટફોર્મ પ્રદાન કરશે.

આ સમાચાર પણ વાંચો:  PM Modi Mahayuti : પીએમ મોદીએ મહાયુતિના ધારાસભ્યોને આપ્યો સુશાસન મંત્ર; કહ્યું- કોંગ્રેસની હાલત જુઓ, શું થયું..

MDoNER: પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવેલા નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનો ઉદ્દેશ રોકાણને આકર્ષવાનો અને આર્થિક વિકાસને વેગ આપવાનો છે. અગાઉ મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા અને બેંગાલુરુમાં થયેલા રોડ શોમાં  સારી એવી ભાગીદારી જોવા મળી હતી.

હાલમાં જ તારીખ 16 ડિસેમ્બર, 2024ના રોજ મુંબઈમાં યોજાયેલા રોડ શોમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય (MDoNER) માટેના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા, ત્રિપુરાના માનનીય મુખ્યમંત્રી પ્રોફેસર (ડો.) માણિક સાહા અને મેઘાલયના માનનીય મુખ્યમંત્રી શ્રી કોનરાડ કે. સંગમા ઉપસ્થિત રહ્યા હતા. એક નોંધપાત્ર સફળતા હતી. B2G બેઠકોમાં રોકાણકારોની ઉત્સુક ભાગીદારીએ આ ક્ષેત્રની રોકાણના ગંતવ્ય તરીકે વધતી અપીલને દર્શાવે છે.

અમદાવાદમાં યોજાનારા રોડ શોથી પૂર્વોત્તર ભારતમાં વિકાસ યાત્રામાં ભાગ લેવા માટે આતુર ઘણા સંભવિત રોકાણકારો આકર્ષિત થશે તેવી અપેક્ષા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version