News Continuous Bureau | Mumbai
- પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) દ્વારા ઋષિગત જ્ઞાનનો પ્રસાર કરવાનો પ્રયત્ન
Medicinal Plants: પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અંતર્ગત કાર્યરત સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE), અમદાવાદ દ્વારા “અમદાવાદમાં” પ્રોગ્રામ હેઠળ બે દિવસીય ક્ષેત્ર પ્રાયોગિક અને તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

Medicinal Plants: આ કાર્યક્રમ દરમિયાન આયોજિત સત્રમાં અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલય, અમદાવાદના બીજાં વર્ષનાં BAMSનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રત્યક્ષ અનુભવ પહેલનો હેતુ ઋષિગત જ્ઞાન અને પ્રાયોગિક ઉપયોગ વચ્ચેનાં અંતરને દૂર કરવાનો હતો. જેમાં ઔષધિય અને સુગંધિત છોડ (MAPs)નાં વ્યાપારી અને ટકાઉ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો :Relative Adoption: દેશની અંદર બાળકને દત્તક આપવાની સુરતની પ્રથમ ઘટના, મામાના દીકરાએ ફોઇના દીકરાની બાળકીને દત્તક લીધી..
અહી યોજાયેલા તાલીમ સત્રમાં ઔષધિય અને સુગંધિત છોડ (MAPs) જે આયુર્વેદ અને ટકાઉ કૃષિમાં મહત્વ ધરાવે છે, તે અંગે વિદ્યાર્થીઓએ વ્યાપારી મૂલ્ય, બજાર ક્ષમતા અને ખેતી પદ્ધતિઓની શોધખોળ કરી હતી. ઉપરાંત તાલીમમાં ટકાઉ ઉદ્યોગોમાં પ્રાકૃતિક તંતુઓ અને રંગોના મહત્વ પર ખાસ કરીને આયુર્વેદિક પ્રથાઓમાં તેમના ઉપયોગ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું
આ સમાચાર પણ વાંચો : Surat: નો ડ્રગ્સ’ અને ‘મેક્સિમમ ઓર્ગન ડોનેશન’ જેવા વિષયો પર જાગૃતિ માટે ગુજરાત નર્સિંગ ક્રિકેટ લીગ યોજાઈ, આટલી ટીમે લીધો હતો ભાગ
Medicinal Plants: વિદ્યાર્થીઓએ ટિશ્યુ કલ્ચર, નર્સરી મેનેજમેન્ટ અને દુર્લભ અને મૂલ્યવાન વનસ્પતિ જાતિઓને સંરક્ષિત કરવા માટેની પદ્ધતિઓ જેવી અદ્યતન પ્રસારણ પદ્ધતિઓ અંગેની પણ માહિતી મેળવી હતી. તેમજ વનઉત્પાદનોની ગુણવત્તા અને બજારક્ષમતા વધારવા માટેનાં પ્રાયોગિક પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં મૂલ્યવર્ધન અને આર્થિક લાભ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ તાલીમે ટકાઉ પ્રથાઓ, સંરક્ષણ વ્યૂહરચનાઓ અને આર્થિક તેમજ પર્યાવરણીય સમતોલન માટે આયુર્વેદ અને વનવિજ્ઞાનનાં સંકલનનાં મહત્વને રેખાંકિત કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન “અમદાવાદમાં” પ્રોગ્રામ પ્રોજેક્ટ કોર્ડીનેટર સાગર શેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.