News Continuous Bureau | Mumbai
Namo Bharat Rapid Rail :
પશ્ચિમ રેલવે દ્વારા આજે 09 જૂન 2025 થી ટ્રેન સંખ્યા 94801/94802 અમદાવાદ-ભુજ અમદાવાદ નમો ભારત રૈપીડ રેલનો સાણંદ અને આંબલી રોડ સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
માનનીય ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ દ્વારા 09.06.2025 ના રોજ ભુજ-અમદાવાદ-નમો ભારત રૈપિડ રેલને સાણંદ સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને સ્ટોપેજનો શુભારંભ કરવામાં આવ્યો. આ સ્ટોપેજથી આંબલી રોડ અને સાણંદના સ્થાનિક નાગરિકો, નોકરીપેશા તથા વહેપારીઓને આ પ્રતિષ્ઠિત ટ્રેનનો લાભ મળશે.
ટ્રેન સંખ્યા 94801/94802 અમદાવાદ–ભુજ નમો ભારત રૈપિડ રેલનો આંબલી રોડ અને સાણંદ સસ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેનું વિવરણ નીચે મુજબ છે.
આ સમાચાર પણ વાંચો : Gujarat ST Bus : સ્વચ્છ સવારી…..એસ. ટી. અમારી, એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા..
09 જૂન, 2025 થી ટ્રેન સંખ્યા 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રૈપિડ રેલ આંબલી રોડ સ્ટેશન પર 17.47 કલાકે પહોંચશે અને 17.49 કલાકે પ્રસ્થાન કરશે તથા સાણંદ સ્ટેશન પર 17.59 કલાકે પહોંચશે અને 18.01 કલાકે ગંતવ્ય સ્થાન માટે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન સંખ્યા 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રૈપિડ રેલ સાણંદ સ્ટેશન પર 09.48 કલાકે પહોંચશે અને 09.50 કલાકે પ્રસ્થાન કરશે તથા આંબલી રોડ પર 09.59 કલાકે પહોંચશે અને 10.01 કલાકે ગંતવ્ય માટે પ્રસ્થાન કરશે.
વિસ્તૃત જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.