News Continuous Bureau | Mumbai
Namo Bharat Rapid Rail :પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે પ્રતિષ્ઠિત ટ્રેન સંખ્યા 94801/94802 અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રૈપીડ રેલને 9 જૂન,2025થી આંબલી રોડ અને સાણંદ સ્ટેશનો પર પ્રાયોગિક આધાર પર વધારાના સ્ટોપેજ આપવામાં આવી રહ્યા છે. આ વધારાના સ્ટોપેજ ને કારણે આ ટ્રેનના કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન ના સમય માં આંશિક પરિવર્તન થશે. જેની વિગતો નીચે મુજબ છે.
9 જૂન,2025થી ટ્રેન સંખ્યા 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રૈપીડ રેલ અમદાવાદ થી 17.30 કલાક ને બદલે 17.25 કલાકે ઉપડશે તથા આગમન/પ્રસ્થાન નો સમય સાબરમતી સ્ટેશન પર 17.35/17.37 કલાકે, ચાંદલોડિયા સ્ટેશન પર 17.40/17.42 કલાકે, આંબલી રોડ સ્ટેશન પર 17.47/17.49 કલાકે, સાણંદ સ્ટેશન પર 17.59/18.01 કલાકે, વિરમગામ સ્ટેશન પર 18.27/18.29 કલાકે, ધ્રાંગધ્રા સ્ટેશન પર 19.14/19.16 કલાકે તથા હળવદ સ્ટેશન પર 19.41/19.43 કલાકનો રહેશે તથા અન્ય સ્ટેશનો પર સમયમાં કોઈ ફેરફાર નહીં થાય.
આ સમાચાર પણ વાંચો : World Oceans Day 2025: આવતીકાલે ૮મી જૂન:વિશ્વ મહાસાગર દિવસ, સુરત મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ મત્સ્ય લાભાર્થીઓને ત્રણ વર્ષમાં રૂ.૨.૮૭ કરોડની સાધન-સહાય આપી
એ જ રીતે, 09 જૂન,2025 થી ટ્રેન સંખ્યા 94802 ભુજ – અમદાવાદ નમો ભારત રૈપીડ રેલનો આગમન-પ્રસ્થાનનો સમય સાણંદ સ્ટેશન પર 09.48/09.50 કલાકે,આંબલી રોડ સ્ટેશન પર 09.59/10.01 કલાકે, ચાંદલોડિયા સ્ટેશન પર 10.08/10.10 કલાકે,સાબરમતી સ્ટેશન પર 10.20/10.22 કલાકનો રહેશે તથા અન્ય સ્ટેશનો પર સમયમાં કોઈ ફેરફાર નહીં થાય
વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.