National Pollution Control Day: આજે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, ગુજરાતમાં ૧૨૫ લાખ મે.ટન વેસ્ટનો નિકાલ કરી આ મહાનગરપાલિકા આવી પ્રથમ ક્રમે..

National Pollution Control Day: ગુજરાતમાં કુલ ૨૫૪.૨૫ લાખ મે.ટન લીગસી વેસ્ટનો યોગ્ય નિકાલ. અંદાજે ૧૨૫ લાખ મે.ટન વેસ્ટનો નિકાલ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ક્રમે. કો-પ્રોસેસીંગનો કન્સેપ્ટ અપનાવવમાં GPCB સમગ્ર દેશમાં અગ્રેસર. વર્ષ ૨૦૦૯ થી માર્ચ ૨૦૨૪ સુધીમાં આશરે ૪૫.૬૩ મિલિયન મેટ્રીક ટન કચરાનો તેમજ ૯૪૨.૪૭ હજાર મેટ્રીક ટન પ્લાસ્ટિક કચરાનો કો-પ્રોસેસીંગ થકી નિકાલ

by Hiral Meria
National Pollution Control Day, this municipality came first in Gujarat by disposing of 125 lakh metric tons of waste.

News Continuous Bureau | Mumbai

National Pollution Control Day:  પ્રદૂષણ એ આજે સૌથી મોટી વૈશ્વિક ચિંતાઓમાંની એક છે. હકીકતમાં, વિવિધ કારણોસર વધતું પ્રદૂષણ માત્ર હવા, પાણી અને જમીનને પ્રદૂષિત નથી કરી રહ્યું. બલ્કે, તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટી સંખ્યામાં નાગરિકોના આરોગ્ય પર અસર કરી રહ્યું છે. નિષ્ણાતો વિશ્વભરમાં વધી રહેલા કેટલાક ગંભીર રોગો માટે પ્રદૂષણને જવાબદાર માને છે. આવી સ્થિતિમાં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.  

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા તેમજ દેશને પ્રદૂષણમુક્ત કરવા પ્રદૂષણલક્ષી યોજના, સ્વચ્છ ભારત મિશન સાથે કચરાનું યોગ્ય નિકાલ માટે રિસાયક્લિંગ પ્રોજેક્ટ્સ જેવી અનેક પહેલ અને અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં અને કલાયમેન્ટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરાના માર્ગદર્શનમાં અને GPCB બોર્ડ ( GPCB Board ) દ્વારા ઔધોગિક જોખમી કચરાનું યોગ્ય નિકાલ બાબતે થયેલી અભૂતપૂર્વ કામગીરીના પરિણામે ગુજરાત ( Gujarat ) સમગ્ર દેશમાં ‘ટોપ પર્ફોમર’ રાજ્ય બની રહ્યું છે.

રાજ્યમાં એક દિવસમાં સરેરાશ ૨૮ મેટ્રિક ટન ઘરગથ્થુ ધન કચરો એકત્રિત કરવામાં આવે છે જે પૈકી સરેરાશ ૨૫ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિ ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ કચરાને રિસાયક્લિંગ કરી તેનો ખાતર બનાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતે અંદાજિત ૩૦,૦૭૩ મેટ્રિક ટન કચરાને એકત્રિત કરી ૨૭,૭૩૫ મેટ્રિક ટન ધન કચરાને ખાતર બનાવવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૧૦,૩૨૦ મેટ્રિક ટન ઘરગથ્થુ ધન કચરાને એકત્રિત કરી ૯,૦૩૧ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયું. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં ૯,૪૩૬ મેટ્રિક ટન કચરા પૈકી ૯,૮૩૨ મેટ્રિક ટન કચરાનો નિકાલ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦,૩૧૭ મેટ્રિક ટન ધન કચરો એકત્રિત કરી ૮,૮૭૨ મેટ્રિક ટન કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.

National Pollution Control Day:   જોખમી કચરાનો નિકાલ

GPCB કો-પ્રોસેસીંગનો ( co-processing ) કોન્સેપ્ટ અપનાવવમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે. “કચરામાંથી કંચન”ના અભિગમ હેઠળ ઔદ્યોગિક ઘન કચરો સિમેન્ટ ઉદ્યોગની અંદર બળતણ અથવા કાચામાલ તરીકે ઉપયોગમાં લેવાય છે. જે અંતર્ગત વર્ષ ૨૦૦૯ થી માર્ચ-૨૦૨૪ સુધીમાં ૪૫.૬૩ મિલિયન મેટ્રીક ટનથી વધુ કચરાનો કો-પ્રોસેસીંગ થકી સિમેન્ટ ઉદ્યોગોમાં નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૦૬ મિલિયન મેટ્રીક ટનથી વધુ કચરાનો સિમેન્ટ ઉદ્યોગોમાં નિકાલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વર્ષ ૨૦૦૯ થી માર્ચ-૨૦૨૪ સુધીમાં રાજ્યમાં સિમેન્ટ કિલ્નમાં આશરે ૯૪ લાખથી વધુ મેટ્રીક ટન પ્લાસ્ટિક કચરાનો પણ કો-પ્રોસેસીંગ થકી નિકાલ કરાયો છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra CM News : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેનો પુત્ર શ્રીકાંત શિંદે ડેપ્યુટી સીએમ બનશે? પોતે જ ટ્વિટ કરીને આપ્યું મોટું અપડેટ

National Pollution Control Day:  લીગસી વેસ્ટ

જે ઘરગથ્થુ ઘન કચરાનો સમયસર અને યોગ્ય નિકાલ નથી કરવામાં આવતો, તે ઘન કચરો લીગસી વેસ્ટમાં પરિવર્તે છે, જેના થકી પ્રદૂષણમાં વધારો થાય છે. આ પ્રદૂષણને અટકાવવા છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કુલ ૨૫૪.૨૫ લાખ મે.ટન લીગસી વેસ્ટનું યોગ્ય વર્ગીકરણ અને વ્યવસ્થાપન કરીને તેનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાએ ( Ahmedabad Municipality ) અંદાજીત ૧૨૫ લાખ મે.ટન લીગસી વેસ્ટનો નિકાલ કર્યો છે. જેના પરિણામરૂપે અમદાવાદ શહેરનો લગભગ ૪૦ એકર જેટલો વિસ્તાર ખુલ્લો થયો છે.

National Pollution Control Day:  પ્રદૂષણના નિયંત્રણ અને નિવારણ માટેના કાયદાઓ :- 

ભારત સરકાર દ્વારા દરેક પ્રકારના પ્રદૂષણના નિયંત્રણ ( Pollution control ) અને નિવારણ માટે ઘણા નિયમો અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ ઉપરાંત, તેમાં પર્યાવરણીય સંરક્ષણ, જળ ઉપકર, જોખમી રાસાયણિક ઉત્પાદન, તેના સંગ્રહ અને આયાત અંગેના નિયમો, કચરાના વ્યવસ્થાપન અંગેના નિયમો, રાસાયણિક અકસ્માતો અંગેના આપત્તિ વ્યવસ્થાપન નિયમો, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, ઓઝોન ઘટાડાવા પદાર્થોને લગતા નિયમો અને અવાજ, જળ અને જમીન પ્રદૂષણ વગેરે અંગેના કાયદાનો સમાવેશ થાય છે. દેશમાં, કેન્દ્રીય અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કેટલીક અન્ય સમિતિઓ પણ પ્રદૂષણને નિયંત્રિત કરવા અને તેને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા સતત દેખરેખ રાખે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં દર વર્ષે તા. ૦૨ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય નાગરિકોને પ્રદૂષણને નિયંત્રિત કરવાની જરૂરિયાત વિશે જાગૃત કરવાના ઉમદા હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી વર્ષ ૧૯૮૪માં ભોપાલમાં થયેલી ગેસ દુર્ધટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે યાદ કરવાનો પણ છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Himanta Biswa Sarma: આસામના CM હિમંતા બિસ્વાએ PM મોદી સાથે કરી મુલાકાત, PMOએ શેર કરી આ પોસ્ટ..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More