News Continuous Bureau | Mumbai
Automated Testing Station: પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદની ( Ahmedabad ) અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ ( Ministry of Road Transport and Highways ) દ્વારા નોટિફિકેશન G.S.R. 663 (E), તા.૧૨/૦૯/૨૦૨૩ બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ જે ( RTO ) આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત હોય તે આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમાં
તમામ પ્રકારનાં કમર્શિયલ/ટ્રાન્સપૉર્ટ વાહનો (M, N કેટેગરી સાથે T કેટેગરીઅને કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ)ના ફિટનેસ રિન્યુઅલની અરજી ફરજિયાતપણે તા.૧૨/૦૬/૨૦૨૪થી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહેશે.
આ સમાચાર પણ વાંચો : Dharavi: ધારાવીમાં સર્વે પર મૂકાયો પ્રતિબંધ, અનિલ દેસાઈ અને વર્ષા ગાયકવાડે ધારાવી રિડેવલપમેન્ટને લઈને SVR શ્રીનિવાસની ટીકા કરી..
હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી NICના AFMS Portal પર ઉપલબ્ધ છે, જે https://vahan.parivahan.gov.in/AFMS/#/ પરથી મેળવી શકાય છે. તમામ વાહન માલિકોને આ બાબતની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
