Run For Unity :રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને સીએમ ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી હતી.

Run For Unity : એક ભારત શ્રેષ્ઠ ભારત - દોડશે અમદાવાદ, જોડશે ભારત થીમ પર રન ફોર યુનિટીનું આયોજન થયું.ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિ

On the occasion of National Unity Day, CM Bhupendra Patel flagged off the Run for Unity organized by Ahmedabad Municipal Corporation at Riverfront.

News Continuous Bureau | Mumbai

Run For Unity : રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel )અમદાવાદ(Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ(Riverfront) ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. આ અવસરે ગુજરાત(Gujarat) ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

Join Our WhatsApp Community

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૩૧મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકાર વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે.

On the occasion of National Unity Day, CM Bhupendra Patel flagged off the Run for Unity organized by Ahmedabad Municipal Corporation at Riverfront.

સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ ૪.૨ કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકો જોડાયા હતા.

આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર શ્રી સુશ્રી પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, સર્વ ધારાસભ્યશ્રી તેમજ તમામ કાઉન્સિલરશ્રી અને અન્ય મહાનુભાવોએ, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : Organ Donation : સિવિલ હોસ્પિટલમાં ૪૫ વર્ષીય બ્રેઈનડેડ યુવાનના ૨ કિડની અને લિવરનું દાન થયું

Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Exit mobile version