Site icon

Ahmedabad:ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા “ટેક્સટાઇલ્સ – કોટનથી બનેલ ફાયર રેઝિસ્ટન્ટ ફેબ્રિક,મેન-મેડ ફાઇબર્સ/ ફિલામેન્ટ્સ અને તેની બેલેન્ડ્સ -સામાન્ય અને કામગીરીની આવશ્યકતાઓ ” પર માનક મંથનનું આયોજન

Ahmedabad:ભારતીય માનક બ્યુરો (BIS)એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો

Bureau of Indian Standards (BIS) is the national standards body of our country mandated

Bureau of Indian Standards (BIS) is the national standards body of our country mandated

News Continuous Bureau | Mumbai 

Ahmedabad:ભારતીય માનક બ્યુરો (BIS)એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.  

Join Our WhatsApp Community

BIS અમદાવાદ દ્વારા 22 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATIRA) અમદાવાદ ખાતે ડ્રાફ્ટ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ TXD 32(25824) WC “ટેક્સટાઇલ્સ – કોટનથી બનેલ ફાયર રેઝિસ્ટન્ટ ફેબ્રિક, મેન-મેડ ફાઇબર્સ/ફિલામેન્ટ્સ અને તેની બેલેન્ડ્સ -સામાન્ય અને કામગીરીની આવશ્યકતાઓ” પર “માનક મંથન”નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્પાદકો, પ્રયોગશાળાઓ, NGOS, શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રાહકો સહિતના સહભાગીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિસાદ/સૂચનો આપ્યા હતા. માનક મંથન એ નવા ઘડવામાં આવેલા ભારતીય માનકો  અથવા વ્યાપક પરિભ્રમણ હેઠળના માનકો પર ચર્ચા કરવા માટે, દર મહિને BIS દ્વારા આયોજિત કરવામાં આવતો  એક કાર્યક્રમ છે.

સલામતી, ગુણવત્તા અને ટકાઉ વિકાસને ધ્યાનમાં રાખીને સંબંધિત ક્ષેત્રોમાં નવીનતમ વિકાસને ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ એ જરૂરિયાતોને સંબોધે છે જે સામાન્ય રીતે વિવિધ અગ્નિ પ્રતિરોધક ફેબ્રિકને લાગુ પડે છે જેનો ઉપયોગ વિવિધ પ્રકારના અગ્નિ પ્રતિરોધક ઉત્પાદનોના ઉત્પાદન માટે વ્યાપકપણે થાય છે.

આ સમાચાર પણ વાંચો: PM Modi:સિક્કિમના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

અમદાવાદ BISના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે માનક મંથનના મહત્વ અને ઉદ્યોગની માનકીકરણની જરૂરિયાતો અને આકાંક્ષાઓને સંબોધવામાં તેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ATIRAના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રીમતી દીપાલી પ્લાવતે પરીક્ષણ સંબંધિત મૂલ્યવાન સૂચનો આપ્યા હતા.

શ્રી અજય ચંદેલ, વૈજ્ઞાનિક-સી/ ઉપનિદેશક એ BIS કોર પ્રવૃત્તિઓ, ધોરણોની ભૂમિકા, ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર્સ અને BIS ઓનલાઈન પ્રવૃત્તિઓ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. શ્રી મયુર કટિયાર, વૈજ્ઞાનિક બી/ સહાયક નિદેશક અને TXD 32 ના સભ્ય સચિવએ ડ્રાફ્ટ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ પર ઓનલાઈન પ્રેઝન્ટેશન આપ્યું.

શ્રી અજય ચંદેલ, વૈજ્ઞાનિક સી / ઉપનિદેશક એ તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો માટે તમામ શ્રોતાઓનો આભાર માન્યો હતો . તેમણે માહિતી આપી હતી કે આવા સૂચનો આપણા ભારતીય માનકોને વધુ મજબૂત બનાવે છે, જે અંતિમ વપરાશકર્તા અને હિસ્સેદારોબંને ને મદદરૂપ છે. માનકમાં જરૂરી ફેરફારોને સામેલ કરવા માટે BISની ટેકનિકલ કમિટી સાથે સંપર્ક કરવા માટે અને માનકો પરની ટિપ્પણીઓ, અમને અમારા ઈમેલ આઈડી : ahbo@bis.gov.in પર મોકલી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Exit mobile version