News Continuous Bureau | Mumbai
General Ticket: રેલવે યાત્રી યૂટીએસ એપથી ( UTS app ) હવે 50 કિમીના અંતર સુધીની જનરલ ટિકિટ બુક કરી શકે છે અનરિઝર્વ્ડ ટિકિટ મેળવવા માટે યાત્રીઓને લાઈનમાં ઉભા રહેવાની આવશ્યકતા નહીં.
પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ મંડળ પર યાત્રીઓને અનરિઝર્વ્ડ (જનરલ) ટિકિટ મેળવવા લાઈનમાં ઉભા રહેવાની આવશ્યક્તા નથી. યૂટીએસ એપ મારફતે 50 કિમીના અંતર સુધી હવે યાત્રી પોતે જ પોતાની અનરિઝર્વ્ડ (જનરલ) ટિકિટ બુક ( Ticket booking ) કરીને પોતાનો સમય અને પૈસા બંને બચાવી શકે છે. હવે યાત્રીઓ પોતાના મોબાઈલ ફોનમાં યૂટીએસ એપ ડાઉનલોડ કરીને ઘર બેઠાં કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશન સુધીની અનરિઝર્વ્ડ (જનરલ) ટિકિટ બુક કરી શકે છે. આના મુખ્ય લાભ નીચે જણાવ્યા મુજબ છે –
આ સમાચાર પણ વાંચો : Railway News : હવે નહીં થાય હેરાનગતિ, આ એક્સપ્રેસ ટ્રેનમાં બે વધારાના કોચ ઉમેરવાશે..
- ઘર બેઠા અથવા સ્ટેશનથી 50 KM ના ક્ષેત્રમાં રહીને પોતે પોતાના મોબાઈલ ફોનમાં ટિકિટ બુક કરી શકે છે.
- યાત્રા, સિઝન તથા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ.
- ચુકવણી માટે યૂપીઆઈ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ અને આર-વૉલેટની સુવિધા ઉપલબ્ધ છે.
- સ્ટેશને જઈને ટિકિટ બારી પર લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ સમાપ્ત.
- સમય અને પૈસા બંનેની બચત કરો.
- છુટા પૈસાની કોઈ સમસ્યા નહીં.
- પેપરલેસ ટિકિટની સુવિધા ઉપલબ્ધ છે.
- પર્યાવરણ માટે હિતકારી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.