News Continuous Bureau | Mumbai
Ahmedabad : ન્યાયમૂર્તિ બાલાકૃષ્ણન ઇન્ક્વારી આયોગ ( Justice Balakrishnan Commission of Inquiry ) , નવી દિલ્હીના અધ્યક્ષ શ્રી કે.જી.બાલાકૃષ્ણન (પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા) તા. ૦૯-૦૮-૨૦૨૪ના રોજ સવારે ૧૧ : ૦૦ કલાકે અનેક્ષી સર્કિટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ (Ahmedabad ) ખાતે અનુસૂચિત જાતિઓની યાદીની સમીક્ષા અંગે ‘જસ્ટિસ બાલાકૃષ્ણન તપાસ આયોગ’ની ગુજરાતમાં જાહેર સુનાવણી હાથ ધરશે.
જેમાં ગુજરાત રાજયની અનુસૂચિત જાતિની યાદી ( Scheduled Castes List ) સંબંધિત કોઇ રજૂઆત કે પ્રશ્ન હોય તેવા વ્યકિતઓ, સંસ્થાઓ, જૂથો તેઓની રજૂઆત સંદર્ભે જરૂરી આધાર-પુરાવાઓ સાથે રૂબરૂ ઉપસ્થિત રહીને રજૂઆત કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજના અમુક વર્ગના લોકો ઐતિહાસિક રીતે સામાજિક અસમાનતા અને ભેદભાવથી પીડાય છે અને પરિણામે તેમને પછાતપણું સહન કરવું પડતુ હોય છે. તેઓને ભારતના બંધારણની કલમ-૩૪૧ હેઠળ સમયાંતરે રાષ્ટ્રપતિના હુકમો દ્વારા અનુસૂચિત જાતિ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
જયારે અમુક વર્ગોએ અનુસૂચિત જાતિની ( scheduled caste ) પ્રવર્તમાન વ્યાખ્યામાં નવી વ્યકિતઓ કે જેઓ રાષ્ટ્રપતિના આદેશો દ્વારા મંજૂરી આપવામાં આવી છે, તે સિવાયના અન્ય ધર્મના હોય તેવા વર્ગો દ્વારા અનુસૂચિત જાતિ પ્રવર્તમાન વ્યાખ્યામાં પુન: વિચાર કરવાનો મુદૃો ઉઠાવ્યો છે જયારે આ જ બાબતનો ઘણા જૂથોએ વિરોધ કર્યો છે.
જયારે આ એક ઐતિહાસિક રીતે જટીલ સમાજશાસ્ત્રીય અને બંધારણીય પ્રશ્ન છે જે બાબત જાહેર મહત્વ ધરાવે છે. ત્યારે, વર્તમાન અનુસૂચિત જાતિના અમુક પ્રતિનિધિઓએ નવી વ્યકિતઓને અનુસૂચિત જાતિનો દરજજો આપવા સામે વાંધો ઉઠાવ્યો છે
જયારે તેના મહત્વ, સંવેદનશીલતા અને સંભવિત અસરને જોતાં, આ સંબંધિત વ્યાખ્યામાં કોઇપણ ફેરફાર વિગતવાર અને નિશ્ચિત અભ્યાસ અને તમામ હિતધારકો સાથે વ્યાપક પરામર્શના આધારે હોવો જોઇએ તેમ છતાં તપાસ આયોગ અધિનિયમ-૧૯૫૨ (૧૯૫૨નો ૬૦) હેઠળ તપાસ આયોગ દ્વારા તપાસ કરેલ નથી.
આ સમાચાર પણ વાંચો : Legal Metrology Rules: ગ્રાહક બાબતોના વિભાગે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011ના નિયમ 3માં સૂચિત સુધારા પર ટિપ્પણીઓ રજૂ કરવા માટે સમયમર્યાદા લંબાવી
ઉપરોકત વિગતે, ભારત સરકારની અધિસૂચના નં. એસ.ઓ.૪૭૪૨(ઇ) તા.૦૬/૧૦/૨૦૨૨ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ભારતના સત્તાવાર ગેઝેટમાં તપાસ આયોગ અધિનિયમ-૧૯૫૨ (૧૯૫૨ નો ૬૦)ની કલમ નં-૩માં નીચેના પ્રતિષ્ઠિત વ્યકિતઓની તપાસ પંચમાં નિમણૂક કરવામાં આવેલ છે.
૧. ન્યાયમૂર્તિ કે.જી.બાલાકૃષ્ણન (ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ) – અઘ્યક્ષ
૨. ર્ડા.રવિન્દ્રકુમાર જૈન (નિવૃત્ત આઇ.એ.એસ) – સભ્ય
૩. પ્રો.(ર્ડા.) સુષમા યાદવ (સદસ્ય, યુજીસી) – સભ્ય
જે હવે પછી જસ્ટીસ બાલાકૃષ્ણન ( KG Balakrishnan ) તપાસ આયોગ તરીકે ઓળખવામાં આવશે.
તપાસ આયોગની ભૂમિકા
(૧) ઐતિહાસિક રીતે અનુસૂચિત જાતિના હોવાનો દાવો કરનારા, પરંતુ બંધારણની કલમ-૩૪૧ હેઠળ સમયાંતરે પ્રસિધ્ધ કરાયેલ રાષ્ટ્રપતિના આદેશમાં જણાવ્યા મુજબના ધર્મો સિવાયના અન્ય ધર્મોમાં પરિવર્તીત થયેલ નવા વ્યકિતઓને અનુસૂચિત જાતિના દરજજા આપવા બાબતની તપાસ કરવી.
(૨) અનુસૂચિત જાતિની હાલની યાદીમાં આવી નવી વ્યકિતઓને ઉમેરવાથી વર્તમાન અનુસૂચિત જાતિઓ પર પડનાર અસરોની તપાસ કરવી.
આ સમાચાર પણ વાંચો : Income Tax Return Filing: આકારણી વર્ષ 2024-25 માટે 31મી જુલાઈ, 2024 સુધી રેકોર્ડ 7.28 કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા
(૩) અનુસૂચિત જાતિના વ્યકિતઓ અને તેમના રીતરીવાજો, પરંપરાઓ, સામાજિક અને અન્ય દરજજા સંબંધી ભેદભાવ અને વંચિતતાના સંદર્ભમાં અન્ય ધર્માંતરણ કરવા માટે જે ફેરફારોમાંથી પસાર થાય છે તેની તપાસ કરવાની સાથે અનુસૂચિત જાતિનો દરજજો આપવાના પ્રશ્નની સમાન પ્રકારે અનુસૂચિત જાતિની વ્યકિતઓના દરજજામાં થયેલ પરિવર્તનની તપાસ કરવી.
(૪) કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી અને તેની સંમતિથી આયોગ યોગ્ય ઠરાવે તેવા અન્ય પ્રશ્નો સંબંધિત તપાસ કરવી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.