Parliament Monsoon Session : નવા સંસદ ભવનની લોબીમાં પહોંચ્યા કપિરાજ, મચાવ્યું ભારે ઉધમ; જુઓ વાયરલ વિડીયો

બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં નવા સંસદ ભવનની લોબીમાં પણ પાણી ટપકતું જોવા મળ્યું હતું. વિપક્ષે પણ આ અંગે કેન્દ્ર સરકારને ઘેરી હતી. આ દરમિયાન સંસદ ભવનનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વાંદરો સાંસદની લોબીની અંદર બેઠેલો જોવા મળી રહ્યો છે.

by kalpana Verat
Parliament Monsoon Session Monkey sitting on chair inside MPs' lobby in Parliament

 News Continuous Bureau | Mumbai

 Parliament Monsoon Session : સંસદની નવી ઇમારતમાં  લીકેજ થઈ રહ્યું હતું. આ મુદ્દાઓ પર વિપક્ષે સરકારને સારી રીતે ઘેરી હતી. હવે સંસદભવનમાં સાંસદની લોબીમાં વાંદરો ઘુસી ગયો છે. તેથી સંસદની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે. શુક્રવારે સંસદમાં બજેટ પર ચર્ચા ચાલી રહી હતી. તે સમયે અચાનક એક વાંદરો સાંસદની લોબીમાં ઘુસી ગયો હતો. ત્યાં કેટલાક લોકો બેઠા હતા. તેમાંથી એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

 Parliament Monsoon Session : જુઓ વિડીયો 

 

 Parliament Monsoon Session : અગાઉ પણ બની છે આવી ઘટના 

વારયલ વીડિયોમાં એક વાનર સાંસદોની લોબીમાં ઘૂસતો જોવા મળી રહ્યો છે. તે સોફા પર બેસે છે. લોબીમાં અને આસપાસ તોફાનો કરતો પણ જોવા મળે છે. કેટલાક લોકો લોબી એરિયામાં બેઠેલા જોવા મળે છે. તેમાંથી એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. તેથી આ વીડિયોની ચર્ચા થઈ રહી છે. અગાઉ પણ જી-20 બેઠક દરમિયાન વાંદરાઓ સંસદમાં ઘૂસ્યા હોવાની ઘટના બની હતી.

આ સમાચાર પણ વાંચો : Paris Olympic 2024: મનુ ઈતિહાસ રચવાથી ચુકી, 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં આ ક્રમે રહી..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More