Western Railway Staff: પશ્ચિમ રેલવે યાત્રીઓની સુરક્ષામાં અગ્રેસર, રાજધાની એક્સપ્રેસમાં રેલવે સ્ટાફની ઝડપી કાર્યવાહીએ બચાવ્યો યાત્રીનો જીવ.

Western Railway Staff: રાજધાની એક્સપ્રેસમાં રેલવે સ્ટાફની ઝડપી કાર્યવાહીએ એક યાત્રીનો જીવ બચાવ્યો

Quick action of railway staff in Rajdhani Express saved the life of a passenger

News Continuous Bureau | Mumbai

Western Railway Staff:  પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ પોતાના તમામ યાત્રીઓને સુરક્ષિત યાત્રા અનુભવ કરાવવા માટે સમર્પિત છે. પશ્ચિમ રેલવે યાત્રીઓની યાત્રા દરમિયાન તેમના જીવનની રક્ષા કરવાની સાથે-સાથે તેમની ભલાઈ અને માનસિક શાંતિ સુનિશ્ચિત કરવામાં હંમેશા અગ્રેસર રહે છે. 

Join Our WhatsApp Community

 એક ઉદાહરણરૂપ કામનું દ્રષ્ટાંત રજૂ કરતાં ટ્રેન સુપ્રિટેન્ડન્ટ રાકેશ કુમાર પાઠકે પોતાના ઝડપી વિચારથી એક યાત્રીનો જીવ બચાવવામાં મદદ કરી. નવી દિલ્હી-સાબરમતી સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસમાં શ્રી રાઘવ શર્મા (બી-1,સીટ-4) ને નવી દિલ્હી સ્ટેશન પર ટ્રેનમાં બેસવાની સાથે જ તેમની છાતીમાં દુઃખાવો થવા લાગ્યો ત્યારે શ્રી રાકેશ કુમાર પાઠક ટ્રેન ( Western Railway ) સુપ્રિટેન્ડન્ટ એ યાત્રીને ( Railway Passenger ) પેન્ટ્રી કારમાં સુવડાવ્યા અને તરત કોમર્શિયલ કન્ટ્રોલને સૂચના આપી કે દિલ્હી કેન્ટ સ્ટેશન પર ડૉ. ની જરૂર છે તથા ટ્રેનમાં પણ ડૉક્ટર માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. એનાઉન્સમેન્ટ સાંભળીને એચ/1 કોચમાં યાત્રા કરી રહેલા એક લેડી ડૉક્ટર સહિત 6-7 ડૉક્ટર પણ આવી ગયા હતા. ડૉક્ટર્સ દ્વારા ચેક કર્યા તેમનો ઈલાજ કરવામાં આવ્યો જેનાથી યાત્રીને ઘણો આરામ મળ્યો. એ જ સમયે તેમના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી. તેમના પરિવારને પૂર્ણરૂપે આશ્વાસન પણ આપવામાં આવ્યું. યાત્રીએ પોતે કહ્યું છે કે હું હવે ઘણો સ્વસ્થ છું. મને યાત્રા કરવા દેવામાં આવે. યાત્રીને આરામ મળ્યા પછી તેમની જ બર્થ પર સુવડાવવામાં આવ્યા. રાતના સમયે રેલવે સ્ટાફ વારંવાર ચેક કરતા રહ્યા. યાત્રીએ સવારે ઉઠીને તમામ સ્ટાફ ( Western Railway Staff ) અને ડૉક્ટરનું અભિવાદન કર્યું અને કહ્યું કે આપ સૌની મહેનતથી હું કુશળપૂર્વક છું. આ તમામ સભ્યોનો હું આભારી છું. આ રીતે રેલવે સ્ટાફની ( Railway Staff ) સજાગતા અને તાત્કાલિક કાર્યવાહીથી તેમનું જીવન બચાવી શકાયું.

Quick action of railway staff in Rajdhani Express saved the life of a passenger

Quick action of railway staff in Rajdhani Express saved the life of a passenger

આ સમાચાર પણ વાંચો :  Prince and Yuvika: યુવિકા અને પ્રિન્સ નરુલા માટે કરવા ચોથ બની યાદગાર, કપલ માંથી બન્યા માતા પિતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version