News Continuous Bureau | Mumbai
- અમદાવાદ મંડળના મુખ્ય રેલ્વે સ્ટેશનો પર ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ સ્થાપિત થશે
Rail Coach Restaurant: પશ્ચિમ રેલવે નો અમદાવાદ મંડળ મુસાફરોની સુવિધાઓ ને વધારવા માટે મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં ‘રેલ કોચ રેસ્ટોરન્ટ્સ’ શરૂ કરવા જઈ રહ્યો છે. આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે.” જે બિન ઉપયોગી ટ્રેન કોચને સ્ટાઇલિશ, વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરશે.”
અમદાવાદ મંડળના વાણિજય પ્રબંધક શ્રી અન્નુ ત્યાગીના જણાવ્યા અનુસાર, આ પહેલનો ઉદ્દેશ્ય મુસાફરોને વૈભવી, એર-કન્ડિશન્ડ ભોજનનો અનુભવ પૂરો પાડવાનો છે. ભારતીય રેલવે ના નવીન અભિગમના ભાગ રૂપે, સંશોધિત કોચમાં અત્યાધુનિક ડિઝાઇન, એટેચ કિચન અને વિવિધ સ્વાદને પૂર્ણ કરવા માટે મલ્ટી કયુજિન મેનુ ની સુવિધા હશે, જે બધા ભોજન કરનારાઓ માટે આનંદદાયક અનુભવ સુનિશ્ચિત કરશે. વધુમાં, સમગ્ર પર્યાવરણને અનુકૂળ વાતાવરણને વધારવા માટે બાળકો માટે એક ફન ઝોનનો પણ સમાવેશ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Western Railway: મુસાફરો માટે રાહતના સમાચાર, પશ્ચિમ રેલવે: અમદાવાદ મંડળની ત્રણ સ્પેશ્યલ ટ્રેનો ફરી શરૂ કરી
Rail Coach Restaurant: રેલ કોચ રેસ્ટોરન્ટ્સ’ ચોવીસ કલાક કાર્યરત રહેશે, જે મુસાફરો અને શહેરના આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ભોજન પૂરું પાડશે. ટેકઅવે કાઉન્ટર્સ સુવિધા ઉમેરશે, જેનાથી મુસાફરો હરતા -ફરતાં ઝડપથી ઓર્ડર આપી શકશે.
આ રેસ્ટોરન્ટ્સ માટેના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા છે, અને પાંચ આયોજિત સંસ્થાઓના એકંદર કોન્ટ્રાક્ટ મૂલ્યથી નોન-ફેર રેવન્યુ (NFR)માં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.
શ્રી ત્યાગીએ એ વાત પર ભાર મૂક્યો કે અમદાવાદ મંડળ પહેલાથી જ વધારાના ‘રેલ કોચ રેસ્ટોરન્ટ્સ’ પર કામ કરી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં આ નવીન સુવિધાઓને કાર્યરત કરવાની તકો શોધી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Western Railway: યાત્રીગણ કૃપયા ધ્યાન દે, 1 ફેબ્રુઆરીથી થશે ગાંધીધામ -પાલનપુર એક્સપ્રેસના ટ્રેનના સમયમાં ફેરફાર, જાણી લો નવું સમયપત્રક
બિનઉપયોગી કોચને વાયબ્રન્ટ, સંપૂર્ણ રીતે કાર્યરત રેસ્ટોરન્ટમાં પરિવર્તિત કરીને, અમદાવાદ મંડળ મુસાફરોની સેવાઓમાં નવીનતા, ઉપયોગિતા અને લકઝરીને જોડીને એક નવું ધોરણ સ્થાપિત કરી રહ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
