Site icon

Railway News : અમદાવાદ ડિવિઝનને ખુદાબક્ષો પાસેથી નવ મહિનામાં અમદાવાદ રેલવેએ આટલા કરોડ વસૂલ્યા

Railway News : આ વર્ષે ડિવિઝન દ્વારા એપ્રિલ-2023 થી જાન્યુઆરી-2024 સુધીમાં ટિકિટ વગરના, અનિયમિત ટિકિટ, બુક કર્યા વગરના માલના કુલ 3.21 લાખ કેસ અને રૂ. 23.02 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.

Railway News Ahmedabad Railway division collects record 23.02 crore fine from ticketless travellers

Railway News Ahmedabad Railway division collects record 23.02 crore fine from ticketless travellers

News Continuous Bureau | Mumbai 

Railway News : પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ ડિવિઝનમાં તમામ કાયદેસરના યાત્રીઓને આરામદાયક યાત્રા અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા તથા રેલ ટ્રાફિકમાં  અનધિકૃત યાત્રાને અટકાવવા માટે મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો ( Express Train ) અને હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગરના/અનિયમિત યાત્રીઓને (  Ticketless passengers ) નિયંત્રિત કરવા માટે સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ( Ticket checking campaign ) હાથ ધરવામાં આવેલ. 

Join Our WhatsApp Community

રેલ ટ્રાફિકમાં અનધિકૃત યાત્રાને અટકાવવા માટે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, અમદાવાદ શ્રી પવન કુમાર સિંહના નેતૃત્વમાં વિવિધ પ્રકારની ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ વર્ષે, જાન્યુઆરી 2024 ના અંત સુધીમાં, અમદાવાદ ડિવિઝન ( Ahemdabad Divison ) દ્વારા વધુ ને વધુ ટિકિટ ચેકિંગ સ્ટાફની મદદથી જેમાં મહિલા ટિકિટ ચેકિંગ સ્કવોડ ( Ticket Checking Squad ) સહિત ના સહયોગ થી મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા પાલનપુર, પાલનપુર-ગાંધીધામ સેક્શન અને અમદાવાદ સ્ટેશન પર વિવિધ પ્રકારની ટિકિટ ચકાસણી ઝુંબેશ (  Ticket Checking campaign ) હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Bharat Ratna Awards : આ વર્ષે ભારત રત્ન માટે 5 લોકોના નામની જાહેરાત, જુઓ અત્યાર સુધી સન્માનિત થયેલા લોકોની સંપૂર્ણ યાદી..

આ મોટા પાયે થયેલ ચેકિંગ ( Ticket Checking ) દરમિયાન 29885 કેસ નોંધાયા હતા અને રૂ. 2.01 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી હતી જે ગયા વર્ષની સરખામણીમાં 22.78 ટકા વધુ છે. આ વર્ષે ડિવિઝન ( Ahemdabad Divison ) દ્વારા એપ્રિલ-2023 થી જાન્યુઆરી-2024 સુધીમાં ટિકિટ વગરના, અનિયમિત ટિકિટ, બુક કર્યા વગરના માલના કુલ 3.21 લાખ કેસ અને રૂ. 23.02 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.

તમામ યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ માત્ર યોગ્ય ટ્રેન ટિકિટ પર જ યાત્રા કરે, આનાથી તમે રેલવેની પ્રગતિમાં યોગદાન આપીને સન્માનપૂર્વક યાત્રા પણ કરી શકશો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Exit mobile version