Railway News : પશ્ચિમ રેલવે સાબરમતી અને સુલતાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Railway News : મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને સુલતાનપુર વચ્ચે વિશેષ ભાડામાં સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

by Dr. Mayur Parikh
New special train between bandra terminus and gandhidham

News Continuous Bureau | Mumbai

ટ્રેન નંબર 09423/09424 સાબરમતી-સુલતાનપુર-સાબરમતી સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09423 સાબરમતી-સુલતાનપુર સ્પેશિયલ સાબરમતીથી સોમવાર,22 એપ્રિલ 2024ના રોજ 00:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 02:00 કલાકે સુલતાનપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09424 સુલતાનપુર-સાબરમતી સ્પેશિયલ ટ્રેન મંગળવાર, 23 એપ્રિલ 2024 ના રોજ 05:00 કલાકે સુલતાનપુરથી ઉપડશે અને બીજા દિવસે 07:00 કલાકે સાબરમતી પહોંચશે.

રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવારા, ફાલના, મારવાડ જં, બ્યાવર, અજમેર, જયપુર, બાંડીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ અને લખનૌ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09423નું બુકિંગ 21 એપ્રિલ, 2024 રોજ સવારે 10.00 વાગ્યાથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Join Our WhatsApp Community

You may also like