News Continuous Bureau | Mumbai
Railway News : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝન પર મુસાફરો ( Passengers ) ની સુવિધામાં વધુ સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે સાબરમતી સ્ટેશન (ધરમનગર બાજુ) પર મોડિફિકેશનના કામ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવાના કારણે, કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને સાબરમતી સ્ટેશન (ધર્મનગર બાજુ) પર જશે નહીં. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને નીચેની ટ્રેનોને સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) SBT ખાતે 2 મિનિટનું વધારાનું સ્ટોપેજ ( Stoppage )આપવામાં આવ્યું છે.
1. 11 અને 12 જાન્યુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ
2. 11 અને 12 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ
3. 11 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ
4. 11 અને 12 જાન્યુઆરી 2024ના રોજ દાદરથી ચાલનારી ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર એક્સપ્રેસ
5. 11 અને 12 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ
6. 12 જાન્યુઆરી 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસ
આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2024: દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે ઇન્ડિયા-યુએઇ બિઝનેસ સમિટ યોજાઇ
ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.