Railway News : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી મુંબઈ અને દિલ્હી માટે બે સ્પેશિયલ ટ્રેનો નું સંચાલન

Railway News :પશ્ચિમ રેલ્વે મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદથી બે જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે

News Continuous Bureau | Mumbai

Railway News : પશ્ચિમ રેલ્વે મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદથી બે જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. જેમાં એક ટ્રેન અમદાવાદથી મુંબઈ અને એક ટ્રેન અમદાવાદથી દિલ્હી માટે દોડાવી રહી છે, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

Railway News :ટ્રેન સંખ્યા 09497/09498 અમદાવાદ-દિલ્હી-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ટ્રીપ)

ટ્રેન સંખ્યા 09497 અમદાવાદ-દિલ્હી સ્પેશિયલ આજે 12 જૂન 2025 ના રોજ અમદાવાદથી રાત્રિ 23.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 14.30 વાગ્યે દિલ્હી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09498 દિલ્હી-અમદાવાદ સ્પેશિયલ 13 જૂન 2025 ના રોજ દિલ્હીથી 17.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.30 વાગ્યે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર શ્રેણી ના કોચ હશે.

Railway News Western Railway to operate two special trains from Ahmedabad to Mumbai and Delhi

 

Railway News :ટ્રેન સંખ્યા 09494/09493 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ટ્રીપ)

ટ્રેન સંખ્યા 09494 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ આજે 12 જૂન 2025 ના રોજ અમદાવાદથી 23.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 08.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09493 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 13 જૂન 2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 11.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 19.30 વાગ્યે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર અને એસી ચેરકાર ના કોચ હશે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Ahmedabad Visit: અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ગ્રાઉન્ડ લેવલ પર પહોંચ્યા PM મોદી, એક બાદ એક તમામ ઇજાગ્રસ્ત લોકોની લીધી મુલાકાત, જુઓ વિડિયો

ટ્રેન નંબર 09497, 09494 અને 09493 માટે બુકિંગ તાત્કાલિક અસર થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version