News Continuous Bureau | Mumbai
Railway Station : બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરના પ્રેસ મીડિયા એ પશ્ચિમ રેલ્વે ( Western Railway ) અમદાવાદ મંડળ ( Ahmadabad Division ) ના સાબરમતી સ્ટેશન ( Sabarmati station ) પર ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.

શ્રી સુમિત ઠાકુર મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) પશ્ચિમ રેલવે અને શ્રી અનંત કુમાર ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટ મેનેજર (Dy CPM) અમદાવાદે મીડિયાને સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યની પ્રગતિ વિશે માહિતી આપી અને મીડિયા મિત્રોએ બાંધકામ સ્થળની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું. બાંધકામની પ્રગતિનું અવલોકન કર્યું.

આ દરમિયાન પ્રેઝન્ટેશન દ્વારા તેમજ સ્ટેશન પર સ્થાપિત મોડલ દ્વારા પુનઃનિર્માણ પછી સ્ટેશન કેવી રીતે બનાવવામાં આવશે, ત્યાં કેવી સુવિધાઓ હશે વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.

પરિયોજનાની સંક્ષિપ્ત પ્રસ્તાવના
- ભારતીય રેલવેઝ ઓથોરીટીએ એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) ઢબ મારફતે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં સાબરમતી, અમદાવાદ ખાતેના રેલવે સ્ટેશનના પુનઃવિકાસની પરિયોજનાનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
- સાબરમતી સ્ટેશનને બે સ્ટેશન તરીકે બનાવવામાં આવ્યું છે, SBI અને SBT એક જ રેલવે યાર્ડની બે બાજુઓ પર આવેલા છે. SBT વિરમગામ અને ભાવનગરથી અમદાવાદ તરફ જ્યારે SBI દિલ્હીથી અમદાવાદ અને આગળ મુંબઈ સુધીના ટ્રાફિકનું સંચાલન કરે છે.
- સાબરમતી રેલવે સ્ટેશનનું મુખ્ય અપગ્રેડેશન સ્ટેશન કોમ્પલેક્ષ વિસ્તારને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે સંઘટિત કરવાનું અને યાત્રીઓને એકિકૃત અનુભવ પ્રદાન કરાવવાનું છે.
- હાલમાં, સાબરમતી રેલ્વે સ્ટેશન SBI પાસે 33 હોલ્ટિંગ ટ્રેનો અને 7 ઓપરેશનલ પ્લેટફોર્મ છે જ્યારે, SBT પાસે 11 હોલ્ટિંગ ટ્રેન અને 3 ઓપરેશનલ પ્લેટફોર્મ છે અને દિવસના પીક અવર્સ દરમિયાન SBI અને SBT બંનેમાં સંયુક્તપણે યાત્રીઓનો પ્રવાહ 2309 છે.
- વર્ષ 2058 માટે સ્ટેશન ડિઝાઇન, SBI B : 34,228, SBI T : 15,357 યાત્રીઓ
- સૂચિત વિસ્તાર SBI બાજુ 19582 sqm અને SBT બાજુ 3753 sqm
- 53 નંગ ક્વાર્ટરના આવાસ એકમોને 3998 ચો.મી.ના વિસ્તાર ધરાવતા આવાસીય વિસ્તારમાં સ્થળાંતર કરવાનું પણ આયોજન છે.
- SBI સ્ટેશન પર 20 મીટર ઊંચી છત છે જેનો ADI FOB થી દિલ્હી તરફના FOB સુધી સ્ટેશનને આવરી લેતો વિસ્તાર 29802 ચો.મી. છે.
- NHSRCL દ્વારા SBI ના ભાવિ પ્લેટફોર્મ 9 અને SBT ના પ્લેટફોર્મ 3 વચ્ચે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવેના સ્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
- ઉપરાંતમાં, તેના ઉત્તમ સ્થાન અને મુખ્ય વિસ્તારો સાથે સારી કનેક્ટિવિટીને કારણે મોટી સંખ્યામાં રેલવે મુસાફરોને સમાવી શકતું હોવાથી તેને એક કાર્યાત્મક રેલ્વે સ્ટેશન વિકસાવવાનું છે.
- SBI બાજુ 6 VIP, 23 કાર, 46 ટુ-વ્હીલર, SBT બાજુ 4 VIP, 4 કાર, 14 ટુ-વ્હીલર જેવા વિવિધ કેટેગરીના વાહનો માટે સમર્પિત પાર્કિંગ લોટ અને રાહદારીઓની સુવ્યવસ્થિત અવરજવર માટે વિશિષ્ટ લેન.
- તમામ પ્લેટફોર્મ પર 28 એસ્કેલેટર્સ, 28 લિફ્ટ્સ, 26 સીડીઓ, 2 સ્કાયવૉક્સ, 4 FOBs મારફતે ઝંઝટ-મુક્ત પ્રવેશ, યાત્રીઓ, VIP અને મહિલાઓ માટે 2 વિશાળ કોન્કોર્સ, પ્રતિક્ષાગૃહ.
- ગ્રાઉન્ડ ફ્લોર અને કોન્કોર્સ લેવલ્સ પર કોમર્સિયલ એરીયા માટે જોગવાઈઓ.
આ સમાચાર પણ વાંચો : Tata Motors : ટાટાની ગાડી ખરીદવી થઇ મોંઘી! કંપનીએ આ વાહનોના ભાવમાં 2% સુધીના વધારાની કરી જાહેરાત..

- તેને રેલવેઝ, સિટી મેટ્રો નેટવર્ક, હાઈ સ્પીડ રેલવે નેટવર્ક, સિટી BRT બસ નેટવર્ક અને સિટી બસ સેવાઓ જેવી પરિવહનની વર્તમાનની અને ભવિષ્યની ઢબ સાથે સાંકળવાના લક્ષ્ય સહિત મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે.
- મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ કેન્દ્ર તરીકે સ્ટેશન કોમ્પ્લેક્સના વિકાસને કારણે ત્યાં મુસાફરોનો વધુ પ્રવાહ રહેશે જેના પરિણામે સ્ટેશન સમગ્ર વિસ્તારના વિકાસ માટે ઉત્પ્રેરક બનશે.
- માસ્ટર પ્લાનિંગમાં સ્ટેશન સાઈટમાં જમીનના કેટલાક હિસ્સા ચિહ્નિત કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ વ્યાપારી વિકાસ માટે કરવામાં આવશે. જમીનના આ હિસ્સા માત્ર રેલ્વે માટે મૂલ્ય નિર્માણ જ નહીં કરે પરંતુ ખાનગી વિકાસકર્તાઓને વ્યવસાય અને શોપિંગ કેન્દ્રો વિકસાવવામાં પણ મદદરૂપ થશે.
- સૂચિત ડિઝાઇન અને માસ્ટર પ્લાનનો ઉદ્દેશ્ય શહેરની લાક્ષણિકતા તેમજ ઐતિહાસિક વારસા અને મહત્વને જાળવવાનો છે. ઐતિહાસિક રીતે, સાબરમતી મહાત્મા ગાંધી અને તેમના આશ્રમ સાથે જોડાયેલું છે. સ્ટેશનની ડિઝાઇનમાં મહાત્મા ગાંધીની છબી અને તેમની સાથે સંકળાયેલ વસ્તુઓ (જેમ કે ચરખા અને ખાદીના કપડા) નો ઉપયોગ તેમના જીવન અને ઉચ્ચ સિદ્ધાંતો હાંસલ કરવા માટેના તેમના સંઘર્ષની પ્રતિકાત્મક સ્મૃતિ તરીકે કરવામાં આવ્યો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.