News Continuous Bureau | Mumbai
Cotton Farmers : વર્તમાન કપાસ સિઝન 2024-25માં ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદી ચાલુ છે. CCIએ કપાસના ખેડૂતોના હિતના રક્ષણ માટે અમદાવાદની શાખા કચેરી હેઠળના 11 જિલ્લાઓમાં 30 જેટલા ખરીદ કેન્દ્રો ખોલ્યા છે. વધુ માહિતી માટે, ખેડૂતો “કોટ-એલી” (Cott-Ally) મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. કપાસના ખેડૂતો કે જેઓ તેમની ઉપજ ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) ને લઘુત્તમ ટેકાના ભાવે વેચવા ઈચ્છે છે તેમની નોંધણી કપાસની સિઝનમાં માન્ય આધાર નંબરના આધારે ચાલુ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Tamil Nadu Governor: તમિલનાડુના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
અન્ય બાબતોની સાથે ગુણવત્તાના માપદંડોમાં એક એ નક્કી છે કે જો કપાસમાં ભેજનુ પ્રમાણ 8%થી વધુ ન હોય તો CCI કપાસના ખેડૂતોને સંપૂર્ણ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) ની કિંમત ચૂકવશે. જો કે ભેજ ટકાવારી નુ પ્રમાણ 8% થી વધુ હોય પરંતુ 12%થી વધુ ન હોય તો CCI 8% થી વધુ ભેજની પ્રમાણસર કપાત સાથે ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) કિંમત ચૂકવશે.
ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) કપાસના તમામ ખેડૂતોને કપાસ સૂકાયા પછી લાવવાની અપીલ કરે છે જેથી વધુ પડતા ભેજને કારણે કોઈ કપાત કરવાની જરૂર ન પડે. જો કે, કોઈપણ સંજોગોમાં કપાસમાં 12%થી વધુ ભેજ ન હોવો જોઈએ.
કોઈપણ સહાય માટે ખેડૂતો CCIની અમદાવાદ શાખાનો સંપર્ક કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.