Site icon

Sarangpur Bridge: કાલુપુર રિડેવલપમેન્ટ માટે આ તારીખથી દોઢ વર્ષ માટે રહેશે બંધ સારંગપુર બ્રિજ, જાણો વૈકલ્પિક રૂટ…

Sarangpur Bridge : અમદાવાદ શહેરમાં સારંગપુર બ્રિજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રિજ બનાવવાની કામગીરી અન્વયે પોલીસ કમિશનર અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Sarangpur Bridge will be closed for one and a half years from this date for Kalupur redevelopment, know the alternative route.

Sarangpur Bridge will be closed for one and a half years from this date for Kalupur redevelopment, know the alternative route.

News Continuous Bureau | Mumbai

Sarangpur Bridge: અમદાવાદ શહેરમાં સારંગપુર બ્રિજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રિજ બનાવવાની કામગીરી દિનેશચંદ્ર આર. અગ્રવાલ કંપની દ્વારા કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન સારંગપુર બ્રિજના બન્ને છેડા વાહનવ્યવહાર માટે બંધ કરી નીચે મુજબની વિગતે વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવે છે.

Join Our WhatsApp Community

હું, જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશન રી-ડેવલપમેન્ટ કરવાની કામગીરી હાલમાં ચાલુમાં છે. જેના ભાગરૂપે રેલ્વે સ્ટેશનના બહારના ભાગે આવેલ સારંગપુર બ્રિજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન ટ્રાફિક સુચારુ રીતે ચાલે અને ટ્રાફિકની કોઇ સમસ્યા ઉદભવે નહિ તે હેતુસર નીચે મુજબનો રસ્તો બંધ/ડાયવર્ઝન કરવા હુકમ કરું છું.

આ સમાચાર પણ વાંચો  :CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત :-

આશરે ૨૦૦ મીટર જેટલી લંબાઈ ધરાવતો સારંગપુર બ્રિજ બન્ને છેડાથી વાહનવ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.

વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગની વિગત :
૧. ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઈ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રિજ થઇ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઇ જરૂરિયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.

૨. ગીતા મંદિર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઈ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે.

૩. રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઈ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રિજ થઇ કાંકરિયા ગીતા મંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.

૪. રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રિજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઈ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ થઈ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
તેમજ ઉપર્યુક્ત ડાયવર્ઝનવાળો સમગ્ર રૂટ ‘નો-પાર્કિંગ ઝોન’ રહેશે.

આ સમાચાર પણ વાંચો  :Ration Card Rules: જલ્દી કરો, આજે અંતિમ દિવસ, આવતીકાલથી બદલાઈ જશે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ …

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૨/૧/૨૦૨૫થી તા.૩૦/૬/૨૦૨૬ સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા સુધી કરવાનો રહેશે.

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version