News Continuous Bureau | Mumbai
Ahmedabad: પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ મંડળ પર અંડરપાસ નંબર 731A કિ.મી. 498/28-30 શાહીબાગ અંડરપાસ ( Shahibaug Underpass ) તાત્કાલિક અસરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી રાત્રે 00.00 વાગ્યા થી સવારે 06.00 વાગ્યા દરમ્યાન સમારકામ અને જાળવણીના કામ હેતુ ટ્રાફિક માટે બંધ રહેશે.
Ahmedabad: આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તાઓ માટે વૈકલ્પિક માર્ગો નીચે મુજબ રહેશે.
-
દિલ્હી દરવાજા તથા સુભાષબ્રીજ ઉપરથી આવતો ટ્રાફિક ( Ahmedabad Traffic ) કે જેને એરપોર્ટ-ગાંધીનગર તરફ જવું છે તે વાહનો સુબાષબ્રીજના છેડે શિલાલેખ ફ્લેટ થઇ રિવરફ્રન્ટનો ઉપયોગ કરી રિવરફ્રન્ટ માર્ગ ડફનાળા થઈ એરપોર્ટ તેમજ ગાંધીનગર તરફ જઇ શકાશે.
- એરપોર્ટ-ગાંધીનગર તરફથી આવતો ટ્રાફિક ડફનાળા રિવરફન્ટનો ઉપયોગ કરી અલગ-અલગ માર્ગે જઇ શકાશે. તેમજ અસારવા,ગીરધરનગર, દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જવું હોય તો શાહીબાગ થઇ મહાપ્રજ્ઞજી બ્રીજનો ઉપયોગ કરી મુખ્ય માર્ગો તરફ જઇ શકાશે.
-
ગીરધરનગર-અસારવા તરફથી આવતો ટ્રાફિક જે જેને ગાંધીનગર, એરપોર્ટ તરફ જવાનું છે તે ટ્રાફિક શાહીબાગ થઈ અનેક્ષી, ગાયત્રી મંદીર થઇ આર્મી કેન્ટોનમેન્ટ થઇ એરપોર્ટ તેમજ ઇન્દીરાબ્રીજ ગાંધીનગર તરફ જઈ શકાશે.
આ સમાચાર પણ વાંચો: UNICEF : સામાજિક પરિવર્તન માટેની પ્રણાલીઓને મજબૂત કરવા સરકારે અને UNICEFએ મિલાવ્યો હાથ, જાણો આ ભાગીદારીનો ઉદ્દેશ્ય શું છે?
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.