News Continuous Bureau | Mumbai
Skin Donation :
- અંગદાનની જેમ સ્કીન ડોનેશન માટે લોકો માં હજુ વધારે જાગૃતિ લાવવાની જરુર :- ડો. રાકેશ જોષી તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ
- દાઝેલા દર્દીઓ ની સારવારમાં દાનમાં મળેલ ચામડી ટ્રાન્સપ્લાન્ટ કરવાથી ખુબ જ સારા પરીણામો મળે છે:- ડૉ. જયેશ સચદે, પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા
- 94282 65875 નંબર પર કોલ કરીને કોઇપણ વ્યક્તિ સ્કીન દાન માટે સંપર્ક કરી શકે છે
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ૧૦મું સ્કિન ડોનેશન થયું છે
- ઘરે જઇને સ્કિન ડોનેશન મેળવવામા આવ્યું હોવાનો આ ચોથો કિસ્સો છે.
સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદેએ વિગતો આપતા જણાવેલ કે, તા. ૧૯/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૧૨ કલાકે સિવિલ હોસ્પિટલના સ્કીનબેંકના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો. પારેવડા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં ૯૭ વર્ષના ચંપાબેન નારાયણભાઇ પટેલ અવસાન પામતા તેમના દીકરા કિરીટભાઇની સંમતિથી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ સ્કીન બેંક ના ડોક્ટરો ની ટીમ દાતા ના ઘરે પહોંચી બરડા ના ભાગે થી ચામડી મેળવી હતી. આ સાથે તારીખ ૧૮.૦૩.૨૫ ના રોજ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડ માં દાખલ એક દર્દી ને સ્કીન બેંક માં આ રીતે મળેલ ત્વચા નો ઉપયોગ કરી તેના ઘા ની પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Organ Donation : હોળી-ધુળેટી ના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં વહી અંગદાનની સરવાણી, ૨૪ કલાકમાં કુલ ત્રણ અંગદાન થયા
ડૉ.. સચદે એ વધુ માં જણાવેલ કે દાનમાં મળેલ ચામડી બાયોલોજીકલ સ્કીન ડ્રેસિંગ તરીકે કામ કરે છે અને આગળ જતા બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવા નો સમય મળી રહે છે. દાઝ્યા બાદ શરુઆત ના સમય માં થતા શરીર માંથી પ્રોટીન વહી જવાના તેમજ ચેપ લાગવાના કોમ્પ્લીકેશન ને અટકાવી શકાય છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલ આ ૧૦ મુ સ્કીન દાન છે તેમજ ઘરેથી મેળવેલ ૪થુ સ્કીન દાન છે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યું હતુ.