Site icon

Skin Donation : અંગદાનની જેમ મહત્ત્વનું છે સ્કિનદાન! અમદાવાદ ની સિવિલ હોસ્પિટલને મળ્યું ૧૦મું સ્કિન ડોનેશન…

Skin Donation : સિવિલ હોસ્પિટલના સ્કીનબેંકના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો. પારેવડા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં ૯૭ વર્ષના ચંપાબેન નારાયણભાઇ પટેલ અવસાન પામતા તેમના દીકરા કિરીટભાઇની સંમતિથી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ સ્કીન બેંક ના ડોક્ટરો ની ટીમ દાતા ના ઘરે પહોંચી બરડા ના ભાગે થી ચામડી મેળવી હતી.

Skin Bank at Ahmedabad Civil Hospital receives 10th skin donation

Skin Bank at Ahmedabad Civil Hospital receives 10th skin donation

News Continuous Bureau | Mumbai

Skin Donation :

Join Our WhatsApp Community

સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદેએ વિગતો આપતા જણાવેલ કે, તા. ૧૯/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૧૨ કલાકે સિવિલ હોસ્પિટલના સ્કીનબેંકના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો. પારેવડા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં ૯૭ વર્ષના ચંપાબેન નારાયણભાઇ પટેલ અવસાન પામતા તેમના દીકરા કિરીટભાઇની સંમતિથી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ સ્કીન બેંક ના ડોક્ટરો ની ટીમ દાતા ના ઘરે પહોંચી બરડા ના ભાગે થી ચામડી મેળવી હતી. આ સાથે તારીખ ૧૮.૦૩.૨૫ ના રોજ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડ માં દાખલ એક દર્દી ને સ્કીન બેંક માં આ રીતે મળેલ ત્વચા નો ઉપયોગ કરી તેના ઘા ની પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો: Organ Donation : હોળી-ધુળેટી ના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં વહી અંગદાનની સરવાણી, ૨૪ કલાકમાં કુલ ત્રણ અંગદાન થયા

ડૉ.. સચદે એ વધુ માં જણાવેલ કે દાનમાં મળેલ ચામડી બાયોલોજીકલ સ્કીન ડ્રેસિંગ તરીકે કામ કરે છે અને આગળ જતા બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવા નો સમય મળી રહે છે. દાઝ્યા બાદ શરુઆત ના સમય માં થતા શરીર માંથી પ્રોટીન વહી જવાના તેમજ ચેપ લાગવાના કોમ્પ્લીકેશન ને અટકાવી શકાય છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલ આ ૧૦ મુ સ્કીન દાન છે તેમજ ઘરેથી મેળવેલ ૪થુ સ્કીન દાન છે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યું હતુ.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version