News Continuous Bureau | Mumbai
Ahmedabad: રાજકોટ ડિવિઝનના ( Rajkot ) રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનોને ( Express Train ) અસર થશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
Ahmedabad: રદ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર 19119 ( Gandhinagar ) ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી 25.06.2024 થી 30.06.2024 સુધી રદ.
- ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી 24.06.2024 થી 29.06.2024 સુધી રદ.
Ahmedabad: આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
- 28.06.2024 ના રોજ, ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ સુરેન્દ્રનગરથી ( Surendranagar ) બરૌની સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 24.06.2024 ના રોજ રેવાથી દોડતી ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ એક્સપ્રેસ રેવાથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 27.06.2024 ના રોજ રાજકોટથી ચાલતી ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી દિલ્હી સરાય રોહિલ્લા સુધી દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 28.06.2024 ના રોજ દિલ્લી સરાય રોહિલ્લા થી ચાલતી ટ્રેન નંબર 20914 દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ દિલ્હી સરાય રોહિલ્લા થી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 25.06.2024 ના રોજ જડચેરલાથી દોડતી ટ્રેન નંબર 09576 જડચેરલા-રાજકોટ સ્પેશિયલ જાડચેરલાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 24.06.2024 અને 25.06.2024ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ સિકંદરાબાદથી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 26.06.2024 અને 27.06.2024ના રોજ રાજકોટથી ચાલતી ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ વાંકાનેરથી સિકંદરાબાદ સુધી દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 24.06.2024 અને 27.06.2024 ના રોજ, બાંદ્રા ટર્મિનસ થી ચાલતી ટ્રેન નં. 22923 બાંદ્રા ટર્મિનસ -જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ થી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 25.06.2024 અને 28.06.2024 ના રોજ ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 28.06.2024 ના રોજ દિલ્લી સરાય રોહિલ્લા થી ચાલતી ટ્રેન નંબર 20914 દિલ્હી સરાય રોહિલ્લા -રાજકોટ એક્સપ્રેસ દિલ્હી સરાય રોહિલ્લા થી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 09.06.2024 થી 28.06.2024 સુધી વડોદરાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 10.06.2024 થી 29.06.2024 સુધી સુરેન્દ્રનગરથી વડોદરા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૪ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
Ahmedabad : રીશેડ્યુલ કરેલ ટ્રેનો:
- ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસને 26.06.2024 ના રોજ વેરાવળ 2 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 12.35 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 26.06.2024 ના રોજ વેરાવળ થી 1 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 13.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસને 24.06.2024 ના રોજ તિરુવનંતપુરમ થી 6 કલાક મોડી એટલે કે 21.45 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 19320 ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને 25.06.2024ના રોજ ઈન્દોરથી 5 કલાક મોડી એટલે કે 26.06.2024ના રોજ 03.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસને 25.06.2024 ના રોજ જબલપુર થી 4 કલાક મોડી એટલે કે 18.00 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
Ahmedabad: માર્ગ માં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:
- 24.06.2024 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ માર્ગ માં 3 કલાક મોડી થશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Sonakshi – Zaheer wedding: લગ્ન બાદ થશે સોનાક્ષી ને ઝહીર ના ભવ્ય રિસેપશન પાર્ટી નું આયોજન, આટલા મેહમાનો સાથે આટલા વાગ્યા સુધી ચાલશે પાર્ટી